હાઇવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો..! પાલનપુર આબુ હાઇવે પર ટ્રક અને ઇક્કો વચ્ચે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… 4 લોકોના કમકમાટીભર્યા મોત…

હાલમાં ગુજરાતમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢના ચેખલાના પાટિયા નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ઇકોમાં સવાર 2 લોકોના તો ઘટના સ્થળે મોત થઈ ગયા હતા.

અમીરગઢના ચેખલાના પાટિયા નજીક ટ્રક અને ઇક્કો ગાડી​​​​​​​ વચ્ચે અકસ્માત, બેના  ઘટનાસ્થળે અને બેના સારવાર દરમિયાન મોત | Accident between truck and Ikko  near Patia ...

જ્યારે અન્ય બે લોકો અતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તે બંનેનું પણ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અમીરગઢના ચેખલાના પાટિયા નજીક ટ્રક અને ઇક્કો ગાડી​​​​​​​ વચ્ચે અકસ્માત, બેના  ઘટનાસ્થળે અને બેના સારવાર દરમિયાન મોત | Accident between truck and Ikko  near Patia ...

અકસ્માતાની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, પાલનપુરના આબુ હાઇવે ઉપર આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં 4 લોકોના દર્દનાક મોત થયા છે. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

અકસ્માત આટલો ભયંકર હતો કે ઇકો કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બની આ બાદ હાઈવે રોડ મોતની ચીસો થી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત eeco કારમાં સવાર લોકો ક્યાં જતા હતા. તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. મોટેભાગની અકસ્માતની ઘટનાનું મુખ્ય કારણ ઝડપથી છે. આ પહેલા પણ નેશનલ હાઈવે પર એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાઈક પર સવાર પતિ પત્ની અને દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*