નોકરી પરથી ઘરે જતા 2 મિત્રોનું રસ્તામાં અકસ્માતમાં દર્દનાક મોત… ચાલુ વરસાદમાં અચાનક જ કંઈક એવું બન્યું કે… બે પરિવારે એકના એક દીકરા ગુમાવ્યા…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સચિન નવસારી રોડ પર લાજપર ગામ ચોકડી પાસે રાત્રિના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ચાલુ વરસાદમાં બુલેટ લઈને જતા બે મિત્રો રોડ પર ઉભેલા ટ્રેઈલરની પાછળ ઘૂસી ગયા હતા.

જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બુલેટ પર સવાર બંને મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેનું કરુણ મોત થયું હતું. મૃત્યુ પામેલા યુવકો બંને પરિવારના એકના એક દીકરા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સચિન નવસારી રોડ પર રાજપર ગામ ચોકડી પાસે નાનીવાડી હોટલની સામે સુરત થી નવસારી જતા રોડ ઉપર આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી.

નવસારીમાં રહેતો મયુર પટેલ અને મનોજ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વરસાદ ચાલુ હતો અને બુલેટ બાઈક રોડ પર ઉભેલા ટ્રેઇલર ની પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે મયુર અને મનોજના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને બંનેનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેઈલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા 29 વર્ષે મયુરના ત્રણ મહિના પહેલા જ છુટાછેડા થયા હતા. જ્યારે મૃત્યુ પામેલો મનોજ નવસારીના વીજોલપુરના ગૌતમ નગરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. બંને સુરતમાં નોકરી કરતા હતા. બંને પાકા મિત્રો હતા. મયુરે નોકરી પરથી આવવા જવા માટે બુલેટ ખરીદ્યું હતું. ગતરોજ સવારે તેઓ બંને બુલેટ લઈને નોકરી પર જવા માટે નીકળ્યા હતા.

સાંજના આશરે પોણા સાતેક વાગ્યાની આસપાસ મયુરે પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, આજે થોડુંક મોડું થઈ જશે. ત્યારબાદ રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ એક અજાણ્યા નંબર ઉપરથી મયુરના પપ્પાને ફોન ગયો હતો અને જણાવ્યું હતું કે મયુર નો અકસ્માત થયો છે. જેથી મયુરના પરિવારના લોકો તાત્કાલિક એક્સિડન્ટની જગ્યા પર પહોંચી ગયા હતા.

અકસ્માતની જગ્યા પર મયુરનું બુલેટ પડ્યું હતું અને ટાટા કંપનીનો ટ્રક ઉભેલો હતો. આ ઘટનામાં મયુર અને મનોજનું બંનેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ બે પરિવારના સભ્યોએ એકના એક દીકરા ગુમાવ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*