જામનગરમાં શાંતિથી ચાલીને જતી મહિલાને ગાય શિંગડે ચડાવીને એવી હાલત કરી નાખી કે… જુઓ ઘટનાના હચમચાવી દેતા CCTV ફૂટેજ….

અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થાય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણી વખત રખડતા ઢોર ના વિડીયો વાયરલ થાય છે જે લોકોને નુકસાન પહોંચાડતા હોય છે. આગળ પણ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થયા છે જેમાં રખડતા ઢોરે અનેક લોકોને અડફેટે લીધા છે.

અડફેટે લેવાના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે અને ઘણા લોકોને ઈજાઓ પણ થઈ છે. આવો જ એક વિડીયો જામનગર શહેરમાંથી સામે આવ્યો છે. જામનગર શહેરમાં રખડતા ઢોરે વધું એક મહિલાને અડફેટે લીધા ની ઘટના સામે આવી છે. એક મહિલા બાળકને લઈને ટ્યુશનમાં મૂકવા જતી હતી,

ત્યારે એકા એક દોડીને આવેલી ગાયે મહિલાને શિંગડે ચડાવી હતી. ત્યારે અન્ય મહિલાઓ જે વિસ્તારમાં રહેતા હતા તેને બાળકીને બચાવી લીધી હતી. પરંતુ ગાયે મહિલાને લોહી લુહાણ કરી નાખી, જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિગતવાર જાણીએ તો જામનગર શહેરમાં 46 ડિગ્રી પ્લોટ અંદર સુભાષ પરા શેરી નંબર એકમાં રહેતા વિજયાબેન ચિરાગભાઈ શેઠીયા તે સોમવારે સાંજે ડિગ્રી પ્લોટ શેરી નંબર 51-52 ખડપીઠ પાસે નીકળ્યા અને પોતાના બાળકને ટ્યુશન ક્લાસમાં મૂકવા જતા હતા.

ત્યારે આ વિસ્તારમાં રખડતા ઢોરે અત્યંત કુર રીતે હુમલો કરી વિજયાબેન ને ખૂંદી નાખતા લોહી લુહાણ થઈ ગયા હતા. વિજયાબેન ગંભીર રીતે ઘાયલ થયા હતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આજુબાજુની મહિલાઓએ બાળકને બચાવી લીધુ પરંતુ મહિલાને બચાવી ન શક્યા જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાને કારણે તેમને અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. રખડતા ઢોરોને કારણે આજકાલ લોકોને તેમના ત્રાસનો સામનો કરવો પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*