ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. હાલમાં આ મુદ્દો તો એક ચિંતાનો વિષય બની ગયો છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં પ્રેમી અને પ્રેમિકા એક સાથે સુસાઇડ કરી લેતા હોય છે. ખાસ કરીને છેલ્લા 15 દિવસની અંદર પ્રેમી પંખીડા ઓના સુસાઇડના ઘણા બધા બનાવ બન્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહે છે. મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાના મુદત ગામે પ્રેમી પંખીડાએ 100 ફૂટ ઊંચા બ્રિજ પરથી નીચે છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બંને સાથે જીવી તો ન શક્યા,
પરંતુ સાથે મરવાના વિચાર સાથે બંને આ પગલું ભર્યું હતું. જાણો એવું તો શું થયું હશે કે બંને પોતાના જીવનનો અંત લાવી દીધો.વિગતવાર વાત કરીએ તો નવસારી જિલ્લાના ભેલખડી ગામે રહેતા ગૌરાંગ નાયક અને સુરતના મહુવા તાલુકાના ખરવણ ગામે રહેતી રોશની નાયક વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા. પ્રેમી પંખીડા એ પોતાના આ પ્રેમ વિશે પોતપોતાના ઘરે વાત પણ કરી હતી.
પરંતુ પરિવારના સભ્યોને બંનેની આ વાતનો સ્વીકાર ન હતો અને બંનેને એકબીજાથી દૂર રહેવાનું જણાવ્યું હતું. આ પ્રેમ સંબંધ આગળ ન વધે એટલે ગૌરાંગના પરિવારજનોએ ગૌરાંગની સગાઈ કરાવી દીધી હતી. ગૌરાંગ ની સગાઈ થઈ ગઈ એટલે બંનેને એવી બીક હતી કે સગાઈ પછી બંને છૂટા પડી જશે અને આ જ બીક બંનેના સુસાઇડનું કારણ બન્યું.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ગૌરાંગ નાયકની સગાઈ થયા બાદ ગૌરાંગ અને રોશનીને એકબીજાથી દૂર રહેવાનો ડર સતાવા લાગ્યો હતો. બંને એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે બંને એકબીજાથી દૂર જવા ઈચ્છતા ન હતા. બંને સાથે જીવી ન શક્યા પરંતુ બંને સાથે મોતને ભેટી શકે છે તેવું વિચારીને બંને પુણા નદીના બ્રિજ પર એકટીવા લઈને પહોંચ્યા હતા.
ત્યારબાદ બંને ત્યાં એકટીવા સાઈડમાં મૂકીને બ્રિજ પરથી નીચે કૂદીને પોતાનું જીવનને ટૂંકાવી લીધું હતું.મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ગૌરાંગ નાયકનો ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે પ્રેમિકા રોશની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય હતી. તેને 108ની મદદથી સારવાર માટે તાત્કાલિક બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન રોશની એ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઘટનાની માહિતી મળતા મહુવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં તો પોલીસે બંનેના મૃત દેને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી યુવતીના પિતાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment