Suicide in Uttar Pradesh: દેશભરમાં છેલ્લા ઘણા સમયથી જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ પોતાની ત્રણ દીકરીઓ સાથે ઝેરી દવા પીને સુસાઇડ કર્યું હતું. મહિલાએ સૌપ્રથમ પોતાની ત્રણેય દીકરીઓને ઝેરી દવા(Suicide in Uttar Pradesh) આપી દીધી અને પછી પોતે દવા પીને સુસાઇડ કર્યું હતું. આ ઘટનામાં મહિલા અને તેની બે દીકરીઓના મોત(Mother and two daughters death) થયા છે.
અન્ય એક દીકરી બચી ગઈ છે અને હાલમાં તેની હાલત ખૂબ જ નાજુક છે. આ ઘટના ઉત્તરપ્રદેશના સહારનપુરમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે મહિલા અને કાકી વચ્ચે બાળકોને રમાડવાને લઈને ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ મહિલાએ પોતાના પતિને કહ્યું હતું કે, તેને ત્રણેય દીકરીઓ સાથે ઝેરી દવા પી લીધી છે. હવે આ ઝગડાની વાતનો અંત આવી જશે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
આ ઘટના બુધવારના રોજ બપોરના સમયે બનેલી છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ મમતા હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. મમતાએ પોતાની 5 વર્ષની દીકરી આર્ચી, દોઢ વર્ષની દીકરી આરવી અને ત્રણ વર્ષની દીકરી સોનાને ઝેરી દવા પીવડાવી દીધી હતી અને પછી મમતા એ પોતે ઝેરી દવા પીને સુસાઇડ કર્યું હતું. આ ઘટનામાં મમતા, આર્ચી અને આરવીનું મોત થયું છે. ત્યારે સોનાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પતિ સંજય જણાવ્યું કે, બુધવારના રોજ સવારના સમયે 9:00 વાગ્યાની આસપાસ હું ઈ રિક્ષા લઈને ઘરેથી નીકળ્યો હતો. ત્યારે બપોરે 2:00 વાગ્યાની આસપાસ મારા સાળા રિતિક નો ફોન આવ્યો હતો. તેને જણાવ્યું કે ઘરમાં કાકી અને બહેન વચ્ચે બાળકોને રમાડવાની બાબતમાં ઝઘડો થઈ ગયો છે. બહેન ઝેર ખાવાની વાત કરી રહી છે તમે જલ્દી ઘરે આવો. ત્યારબાદ સંજય પોતાની ઇ-રીક્ષા મૂકીને બાઈક લઈને ઘરે પહોંચ્યો હતો.
ત્યારબાદ તેને પોતાની પત્નીને કાકી સાથે થયેલી લડાઈનું કારણ પૂછ્યું હતું. ત્યારે મમતા એ જણાવ્યું કે, કાકી બાળકોને બહાર રમવા દેતા ન હતા. જ્યારે આ વાતને લઈને હું બોલી ત્યારે ઝઘડો કરવા લાગ્યા હતા. મેં દીકરીઓને ઝેરી દવા આપી દીધી છે અને મેં પણ પોતે ઝેરી દવા પી લીધી છે. ત્યાર પછી સંજયની પત્ની અને તેની બાળકીઓના હાથ પગ ફુલવા લાગ્યા હતા. ત્યારબાદ મેં પરિવારના સભ્યોને ત્યાં બોલાવ્યા હતા.
પછી સગા સંબંધી અને ગામજનોની મદદથી હું તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાંથી તેમની હાલત વધુ ખરાબ હોવાના કારણે તેમને જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમની પત્ની અને બે બાળકીઓના મોત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ ઝટકામાં પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment