કરજણ પાસે કાર અને આઈસર ટેમ્પા વચ્ચે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, બાપ-દીકરાનું અકસ્માતમાં કરુણ મોત… એક જ ઝટકામાં હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો…

Karajan Accident Father and son killed: વડોદરામાં બનેલી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરા(Vadodara) જિલ્લાના કરજણ તાલુકાના માંગલેજ ગામ પાસે કાર અને આઇસર ટેમ્પા વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માતો સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પિતા અને દીકરાનું મોત(Karajan Accident Father and son killed) થયું છે. જ્યારે આઇસર ટેમ્પા ડ્રાઇવર સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતગ્રસ્ત આઇસર ટેમ્પો

અકસ્માતની ઘટના બન્યા બાદ કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચે આવી હતી. ત્યાર પછી મૃત્યુ પામેલા બાપ દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ રાજસ્થાનના હુકમભારતી વીજભારતી ગોસ્વામી નામના વ્યક્તિ પોતાના દીકરા સુરજભારતી અને તેમના જમાઈ ઓમનાથ શેલનાથ ગોસ્વામી સાથે ગત રાત્રે વેગેનાર કાર લઈને મહારાષ્ટ્ર થી રાજસ્થાન તરફ જવા માટે નીકળ્યા હતા.

મૃતક પિતા હુકમભારતીની ફાઇલ તસવીર

આ દરમિયાન તેઓ નેશનલ હાઈવે 48 ઉપર કરજણ પાસે આવેલા માંગલેજ ગામ પાસે પહોંચ્યા હતા. ત્યારે રાત્રે બે વાગ્યાની આસપાસ અચાનક જ કારચાલક હુકમભારતીએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબૂ બનેલી કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડમાં જતી રહી હતી. આ દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલો આઇસર ટેમ્પો કાર સાથે અથડાયો હતો.

મૃતક પુત્ર સુરજભારતીની ફાઇલ તસવીર

અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પિતા-પુત્ર અને જમાઈ ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં પુત્ર સુરજભારતીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પિતા હુકમભારતીને વડોદરા ની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે હાલમાં ઇજાગ્રસ્ત થયેલા જમાયેલી સારવાર ચાલુ છે.

કરજણ પાસે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદી સામેની સાઇડ ટેમ્પાને અથડાઇ, બેના મોત; બે ઇજાગ્રસ્ત | 2 dead, 2 injured, car jumps divider and hits opposite side ...

આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં ટેમ્પા ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. બાપ દીકરાનું એક સાથે મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને કરજણ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*