સેટિંગ કરીને અમેરિકા જતા પહેલા વાંચી લેજો આ લેખ..! એજન્ટે અમદાવાદી યુવકને અમેરિકાની જગ્યાએ ઈરાન મોકલી દીધો… ઈરાનમાં પટેલ યુવકની એવી હાલત થઈ કે…

વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતી પરિવારો મોતના મુખમાં ધલેકાઈ રહ્યાના કિસ્સા છેલ્લા એક વર્ષથી ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક એજન્ટે એક પતિ-પત્નીને યુએસએ મોકલવાની જગ્યાએ ઈરાન મોકલી દીધા હતા. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટનામાં અમેરિકા જવાના મોહમાં એક દંપતી ઈરાનમાં કિડનેપ થઈ ગયા છે.

જાણવા મળી રહ્યું છે કે, કિડનેપ થયેલા પતિ-પત્નીના પરિવારને વિડીયો મોકલીને ખંડણીસ્વરૂપે રૂપિયાની માંગણી કરવામાં આવી છે. આવો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ વીડિયોની અમારી વેબસાઈટ પુષ્ટી કરતું નથી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો એક વ્યક્તિના શરીર ઉપર ધારદાર વસ્તુ વડે અસંખ્ય ઘા કરવામાં આવ્યા છે. અમેરિકા જવાની ઘેલસામાં યુવક મોતના મુખમાં ધકાયેલો છે.

આ ઘટનાને લઈને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ અમરસિંહ ચૌહાણ મીડિયા ટીમને જણાવ્યું કે, યુવકે અમેરિકા જવા માટે ડીલે નક્કી કરી હતી, પરંતુ તેને ત્રણથી 11 તારીખ સુધી હૈદરાબાદ રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી ઈરાન લઈ જવામાં આવ્યો હતો હાલમાં એવું લાગી રહ્યું છે. અમે હાલમાં આ ઘટના ને લઈને તપાસ કરી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવકને ઊંધો સુવડાવી દેવામાં આવેલો છે અને એક વ્યક્તિ યુવકની પીઠ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરતો નજરે પડી રહ્યો છે. દર્દના કારણે યુવક બૂમાબૂમ કરતો નજરે પડી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ અપહરણ કરનાર લોકોને યુવક રૂપિયા ચૂકવી દેવા માટે પણ આજીજી કરી રહ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે એક એજન્ટ દ્વારા અમેરિકા જવા માટે 1.15 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે એજન્ટ ને એડવાન્સમાં એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. પતિ પત્નીને સૌપ્રથમ હૈદરાબાદ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન થઈ અમેરિકા મોકલશે એવી ડીલ થઈ હતી.

અમેરિકા જવાના બદલે જ ઈરાનમાં જ તેમનું અપહરણ થઈ ગયું હોવાનું આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*