આજની સાંજ ગુજરાત માટે ભારે..! બિપરજોય વાવાઝોડું ગણતરીની કલાકોમાં જ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે… વાવાઝોડુ દ્વારકાથી માત્ર આટલા કિલોમીટર દૂર છે….

Gujarat, Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આજરોજ ગણતરીની કલાકોમાં જ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે(The Cyclone will hit the coast of Gujarat). આજની શાંત ગુજરાત રાજ્ય માટે ભારે રહી શકે છે. હાલમાં દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાય રહ્યો છે જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોનો તો જીવ તાળવે ચોંટી ગયો છે. આ ઉપરાંત વાવાઝોડા સાથે મેઘરાજા પણ રુદ્ર સ્વરૂપ ધારણ કરશે.

વાવાઝોડાની હાલની તસવીર.

મિત્રો તમને જણાવી દઈએ કે વાવાઝોડું જો ગુજરાતમાં પ્રવેશ્યું તો તબાહી મચાવી દેશે. હાલમાં વાવાઝોડું જખૌથી 180 km દૂર છે. જ્યારે દ્વારકાથી 210 km, નલીયાથી 210 km, પોરબંદરથી 209 km અને સાઉથવેસ્ટ કરાચી થી 270 km દૂર છે. બિપોરજોય વાવાઝોડામાં પવનની ગતિમાં થોડોક ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે 125-135 kmphથી વધીને 150 kmphની ઝડપે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે અથડાઈ શકે તેવી હવામાન વિભાગની આગાહી છે. આજે પવનની ઝડપ 10 kmph સુધી ઘટે છે.

જખૌ પર આખા દેશની નજર, આજની સાંજ ભારે, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાતા  સૌરાષ્ટ્ર-કચ્છના લોકોના જીવ તાળવે ચોંટ્યા | The storm regained speed  towards the coast, moving ...

મિત્રો તમને જણાવી દઈએ કે વાવાઝોડું બુધવારના રોજ રાત્રિના 12:00 વાગ્યા સુધીમાં પોરબંદરથી 280 km, દ્વારકા થી 210 km દૂર હતું. હવે વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. 15 જૂન એટલે આજરોજ સાંજના સમયે વાવાઝોડું જખૌની નજીક માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે લેન્ડફલો થશે. ત્યારે પવનની ઝડપ 150 km સુધીની રહેશે. જો વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું તો 16 અને 17 જૂન ગુજરાતમાં તબાહી મચાવી દેશે.

વાવાઝોડાનું સંકટ/ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એલર્ટ, ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્ર  એક્શનમાં - GSTV

હાલમાં તો ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વાવાઝોડાની જ ચર્ચાઓ ચાલી રહી છે. વાવાઝોડા સાથે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની પણ ચેતવણી છે. આજરોજ ગુજરાતમાં કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. 16 જૂનના રોજ ઉત્તર ગુજરાતના આજુબાજુના દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. જ્યારે 17 જૂનના રોજ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદ ભુક્કા બોલાવશે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*