– સોમવારે સોનાના ભાવમાં મોટો ઘટાડો આવ્યો – શુક્રવારે સોનાનો ભાવ 59,976 રૂપિયા પર બંધ રહ્યો હતો

છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

સોમવારે  ગોલ્ડ 142 રૂપિયા ઘટીને 59,834 રૂપિયા પર બંધ રહ્યો છે

એક કિલો ચાંદીની કિંમતમાં પણ 428 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જેનો તાજો ભાવ 73,249 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાઇ રહ્યો છે.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવ આ વર્ષના અંત સુધીમાં 64 હજારને પાર કરે તેવી સંભાવના છે.