ખજૂરભાઈને દિલથી સલામ..! ખજૂર ભાઈ રસ્તાની વચ્ચોવચ કચડાયેલા પ્રાણીને પોતાના હાથમાં ઉઠાવીને દફનાવ્યું… વીડિયો જોઈને ખજૂરભાઈના વખાણ કરતા નહીં થાકો…

Khajur Bhai buried the dead animal: ગુજરાતમાં એક મોટું નામ બની ચૂકેલા નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈને આજે ઓળખની કોઈ જરૂર નથી. ગુજરાતમાં તેમને લોકો સોનુ સૂદ તરીકે ઓળખે છે, તેમણે લોકોને ખૂબ જ મદદ કરી છે. ભલે તેમને પોતાની ઓળખ એક કોમેડિયન તરીકે બનાવી હોય પરંતુ આજે ગુજરાતનું નાનું છોકરું પણ ખજૂર ભાઈને ગરીબોના મસિહા તરીકે ઓળખે છે.

કારણ કે તેમને અત્યાર સુધી કેટલાય લોકોની મદદ કરી છે, નિતીન જાનીએ સેકડો લોકોના ઘર બનાવ્યા છે. કેટલાય લોકોને રોજગાર પૂરો પાડ્યો છે અને કેટલા લોકો માટે તે નવું જીવન પણ લઈને આવ્યા છે. ત્યારે ખજૂર ભાઈ આજે જ્યાં પણ જાય ત્યાં લોકો પણ તેમની આગળ બે હાથ જોડીને નત મસ્તક થઈ જાય છે. નીતિનભાઈ પોતાના સેવાકીય કાર્યોની ઝલક પોતાના સોશિયલ મીડિયા દ્વારા પણ શેર કરતા હોય છે.

નિતીન જાની દ્વારા શેર કરવામાં આવતી તસ્વીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે. હાલમાં તેમણે એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોને જોઈને તેમના ચાહકો તેમને વંદન કરવાથી રોકાઈ શક્યા નથી. કારણકે નીતિન જાની એ કામ એટલું શાનદાર કર્યું છે, નિતીન જાની અત્યારે અમેરિકામાં ન્યુયોર્કમાં છે.

આ દરમિયાન તેઓ પોતાની કાર દ્વારા બહાર જઈ રહ્યા હતા ત્યારે રોડ પર કચડાઈને મૃત્યુ પામેલ એક પ્રાણી તેમણે જોયું અને તરત પોતાની કાર ઉભી રાખીને નીચે ઉતરીયા. જે બાદ પોતાના હાથે ઊંચકીને પ્રાણીને રોડ પરથી ઉચક્યું અને રોડના કિનારે લઈ આવ્યા. જે બાદ તેમની સાથે રહેલા અન્ય લોકોએ રોડની બાજુમાં એક ખાડો કર્યો અને મૃત પ્રાણીને ત્યાં દફનાવ્યું હતું.

નિતીન જાનીએ પોતાના હાથમાં માટી લઈને ખાડામાં નાખી આ દરમિયાન તેમણે વીડિયોમાં જણાવ્યું કે હું તમને બધાને વિનંતી કરું છું કે આવા કોઈ પણ જાનવર ને તમે જુઓ છો તો તમે તેની મદદ કરો. તેમણે આગળ એમ પણ કહ્યું કે હું અત્યારે ન્યુયોર્ક અમેરિકામાં છું, મેં રસ્તા પર આ જાનવર જોયું મને પણ ખબર નથી કે આ કયું જાનવર છે.

પરંતુ મારી નૈતિક જવાબદારી છે કે હું સમાજ માટે કંઈક સારું કરું, તમે પણ સમાજ માટે કંઈક સારું કરો. આ વીડિયો શેર કરવાની સાથે નિતીન જાનીએ કેપ્શન માં લખ્યું છે રસ્તા પર મરેલા અથવા ઘાયલ જાનવરોની મદદ કરવી જોઈએ. ત્યારે આ વીડિયોને હવે તેમના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને તેમના આ કાર્યની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*