યુવક સુસાઇડ કરવા રેલવેના પાટા પર માથું નાખીને સુઈ ગયો… ત્યારે લેડી કોન્સ્ટેબલે હિંમત બતાવીને કર્યું એવું બહાદુરીનું કામ કે… વીડિયો જોઈને તમે પણ વાહ વાહ કરશો…

West Benga, lady constable saved a young man: આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માત ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. આ અકસ્માતો ને જોઈને આપણું હૃદય કંપી ઊઠે છે, આવો જ એક અકસ્માત પશ્ચિમ બંગાળના(West Bengal, lady constable saved) એક શહેરમાંથી સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળના મેંદીની પૂરું રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જેમાં ટ્રેનના પાટા પર એક વ્યક્તિ(young man) આવી અને સૂઈ ગયો હતો,

આત્મહત્યાના ઇરાદે આવેલો વ્યક્તિ ટ્રેનના ટ્રેક પર સુઈ ગયો હોવાનું રેલવે સ્ટેશન પર હાજર આર.પી.એફની મહિલા જવાને ધ્યાને આવતા તાત્કાલિક દોડી ગયા હતા. જેમણે ટ્રેક પર આત્મહત્યાના ઇરાદે સુતેલા વ્યક્તિને તાત્કાલિક ઉગારી લેવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. આ ઘટનાના સીસીટીવી આર.પી.એફ ઇન્ડિયાના ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યા છે.

વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગતો અનુસાર વ્યક્તિ રેલવે પ્લેટફોર્મ પર આવી અને ઉભો રહ્યો અને થોડું વિચાર્યા બાદ તે તાત્કાલિક ટ્રેક પર ઉતરી ગયો હતો. તેણે ટ્રેક પર પોતાનું માથું પાટા પર મૂકી દીધું હતું, ત્યારબાદ આ મામલે આર.પી.એફના કોન્સ્ટેબલ સુમતિ ને ધ્યાને આવતા તે આ માણસને બચાવવા માટે દોડી હતી.

તેમની સમય સૂચકતા ને પગલે તાત્કાલિક પહોંચી અને માણસને સલામત સ્થળે ખસેડ્યો હતો. ત્યારબાદ આ દ્રશ્ય ધ્યાને આવતા પ્લેટફોર્મ પર હાજર અન્ય લોકો પણ સુમતિની મદદ કરવા દોડી જાય છે.

આર.પી.એફ ઇન્ડિયા એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલ આ વીડિયોમાં કેપ્શન માં લખ્યું હતું કે મહિલા કોન્સ્ટેબલ રેલવે સ્ટેશન પર સડસડાટ ગતિએ આવતી ટ્રેનની પસાર થવાની થોડીક ક્ષણ અગાઉ રેલવે ટ્રેક પરથી એક વ્યક્તિને સલામત રીતે ઉગારી લીધો હતો. મુસાફરોની સુરક્ષા માટે તેઓની સમય સૂચકતાને સલામ છે, આ વિડીયો નિહાળી અનેક લોકોએ મુસાફરનો જીવ બચાવવા બદલ આર.પી.એફ કર્મચારીની પ્રશંસા કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*