Priest kills Girlfriend: આજના જમાનામાં જેમ જેમ સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે. તેમ તેમ ક્રાઈમની ઘટનાઓ પણ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટના હૈદરાબાદ(Priest kills girlfriend in Hyderabad) માંથી સામે આવી રહી છે. અહીં એક પૂજારી(Priest)એ એક પુજારી એક યુવતી સાથે કારણ કે એવું કર્યું કે સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે.
મળતી માહિતી અનુસાર પૂજારીએ પોતાની ગર્લફ્રેન્ડ નો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેના મૃતદેહને મંદિરના પાછળના ભાગમાં દાટી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે સાઈ કૃષ્ણ નામનો પુજારી અને અપ્સરા નામની યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા. જાણવા મળી રહ્યું છે કે પૂજારી પરિણીત છે અને તેને સંતાનમાં એક બાળક પણ છે. છતાં પણ તેને અપ્સરા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા.
આ સમગ્ર ઘટના શમદાબાદ નજીક આવેલા નારકુડ ગામની છે. સમગ્ર ઘટનાનો ખુલાસો થયા બાદ મૃત્યુ પામેલી અપ્સરાના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે અપ્સરા ગર્ભવતી હતી. સાઇ કૃષ્ણાએ ગર્ભપાત પણ કરાવ્યું હતું. મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોના જણાવ્યા અનુસાર, અપ્સરા પૂજારી પર લગ્ન કરવાનું દબાણ કરતી હતી.
જેના કારણે પૂજારીએ અપ્સરાનો જીવ લેવાનું ષડયંત્ર રચ્યું હતું. મળતી માહિતી અનુસાર પૂજારી અને મૃત્યુ પામેલી એકબીજાને પ્રેમ કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પૂજારી અપ્સરા અને એક ગૌશાળામાં લઈ ગયો હતો. અહીં પૂજારીએ અપસરાનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ તેના મૃતદેહને મંદિરની પાછળ દાટી દીધું હતું.
એટલું જ નહીં પરંતુ અપ્સરા નો જીવ લીધા બાદ આરોપી પૂજારીએ પોલીસ સ્ટેશનમાં જઈને અપ્સરા ની ગુમ થવાની ફરિયાદ પણ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી અને પૂજારીની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમ્યાન આરોપી પૂજારીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હાલમાં હૈદરાબાદ પોલીસે પૂજારી સામે જીવ લેવાનો તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment