Mirzapur accident Four friends died: સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગુરુવારના રોજ બનેલી એક ભયંકર અકસ્માતની(Terrible accident) ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ભયંકર અકસ્માતની ઘટનામાં ચાર મિત્રોના મોત(Mirzapur accident Four friends died) થયા છે. ચારેય મિત્રોના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા.
મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે ચારેય મિત્રો એક જ બાઈક પર સવાર હતા. ચારેય મિત્રો એક જ શાળામાં ભણતા હતા. આ ભયંકર અકસ્માતની ઘટના મિર્ઝાપુરમાં બની હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા જ મૃતક યુવકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરે તો બુધવારના રોજ રાત્રિના સમયે 17 વર્ષનો અંકિત, 16 વર્ષનો સુમેશ, 18 વર્ષનો ગણેશ અને 17 વર્ષનો અર્પિત પોતાના મિત્ર સુરજની બહેનના લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા.
સુરજના ગામથી તેમના ગામનું અંતર છ કિલોમીટરનું છે. ચારેય મિત્રો બાઈક પર લગ્નમાં ગયા હતા. લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ ચારે એક જ બાઈક પર સવાર થઈને સવારના લગભગ ચાર વાગ્યાની આસપાસ ઘરે પરત આવી રહ્યા હતા. આ દરમિયાન તેમની બાઈક આગળ ચાલી રહેલા ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાઈ હતી.
અકસ્માતની ઘટના આટલી ભયંકર હતી કે ચારેય મિત્રો બાઈક પરથી નીચે પડી ગયા હતા અને આ ઘટનામાં ચારેયનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થયા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એક જ ગામના ચાર યુવકોના મોત થતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. જ્યારે મિત્રોની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને તેમને એક સાથે જ અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment