આજ રોજ સવારના સમયે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક સ્વિમિંગ પૂલમાં અચાનક જ કંઈક એવી ઘટના બની કે પિતાની નજર સામે દીકરાનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. આ ઘટના રાજસ્થાનના(Rajasthan) અલવારના(Alwar) ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં(Indira Gandhi Stadium) આવેલા સ્વિમિંગ પૂલમાં બની હતી. અહીં સ્વિમિંગ પૂલમાં(swimming pool) સ્વિમિંગ કરતી વખતે 20 વર્ષના યુવકનું મોત થયું છે.
મળતી માહિતી અનુસાર પાણીમાં તરતી વખતે અચાનક જ યુવક ડધાઈ ગયો હતો અને તે પાણીમાં ડૂબી ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકોએ યુવકને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને તેને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
મૃત્યુ પામેલા 20 વર્ષના યુવકનું નામ યશ ગુપ્તા હતું, તે છેલ્લા એક મહિનાથી સ્વિમિંગ માટે અહીં આવી રહ્યો હતો. આજરોજ સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ તે પોતાના પિતા સાથે સ્વિમિંગ માટે આવ્યો હતો. મળતી માહિતી અનુસાર યસ સ્વિમિંગ પૂલની અંદર લગભગ 4 ફૂટ ઊંડા પાણીમાં અચાનક જ ડુબવા લાગ્યો હતો.
જોત જોતા માં યશ પોતાના પિતાની નજર સામે જ પાણીમાં ડૂબી ગયો હતો. ત્યારબાદ તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પછી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યશને મૃત જાહેર કર્યો હતો. દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃત્યુ પામેલો યસ MITRC કોલેજમાં B.Tech ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
પિતાની નજર સામે જ દીકરાનું મોત થતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે યસને જ્યારે સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેના નાકમાંથી પીળા કલરની પ્રવાહી વસ્તુ નીકળતી હતી. જાણવા મળી રહ્યું છે કે યસ સ્વિમિંગ પૂલ માં જતો હતો ત્યારે તેની દવાઓ ચાલુ હતી. ત્યારે સંબંધી હોય સલાહ આપી હતી કે ડોક્ટરને સલાહ લઈને પછી સ્વિમિંગ પૂલમાં જશો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment