Jamnagar: છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના જામનગરમાંથી સામે આવી રહી છે. જામનગરમાં એક યુવાનને અચાનક જ હાર્ટ એટેક(Heart attack) આવ્યું હતું અને તેનું મોત થઈ ગયું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે એક ડોક્ટરનું હાર્ટ એટેક(Doctor’s heart attack) આવવાના કારણે મોત થયું છે.
અચાનક જ ડોક્ટર ગૌરવ ગાંધીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. સામાન્ય રીતે ડોક્ટર દ્વારા લોકોને હૃદય સ્વસ્થ રાખવા અંગેના સલાહ સૂચનો આપવામાં આવતા હોય છે. જ્યારે તેવામાં ડોક્ટર સાથે જ હાર્ટ એટેકની ઘટના બનતા સૌ કોઈ લોકો આશ્ચર્યચક રીતે થઈ ગયા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ડોક્ટર ગૌરવ ગાંધી હૃદય રોગના નિષ્ણાંત હતા. તેવામાં તેમનું જ હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ડોક્ટર ગૌરવ ગાંધી પોતાના ઘરેથી હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા.
ત્યારે રસ્તામાં અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું. ડોક્ટર ગૌરવ ગાંધીનું મોત થતા જ તેમના પરિવારજનો અને અન્ય ડોક્ટરોમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ ડોક્ટર ગૌરવ ગાંધીના નિવાસ્થાને તેમના સગા સંબંધીઓ તથા તેમની સાથે કામ કરનાર ડોક્ટર મિત્રો પહોંચી આવ્યા હતા.
આ પહેલા પણ તમે હાર્ટ એટેક આવવાની ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે અને જ્યારે ઘણી ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ જોયા હશે. ગરબા, ક્રિકેટ કે જીમ કરતી વખતે હૃદયની કાર્યક્ષમતા કરતા તેના પર વધારે ભાર પડે છે, ત્યારે આવા કિસ્સામાં યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવ બનતા હોય છે. ડોક્ટર ગૌરવ ગાંધીનું મોત થતા જ ચારેય બાજુ માતમ છવાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment