ખેડા(Kheda) જિલ્લામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. ખેડા જિલ્લામાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લજાવતો કિસ્સો સામે આવી રહ્યો છે. નડિયાદના(Nadiad) મંજુપુરા ગામે(Manjupura village) દારૂના નશામાં એક ભાઈએ પોતાની વિધવા બહેન સાથે કંઈક એવી હરકત તરીકે ગુસ્સામાં ભરાયેલી બહેને પોતાના ભાઈનો જીવ લઈ લીધો. મળતી માહિતી અનુસાર નશાની હાલતમાં ભાઈ ઘરે આવ્યો હતો.
ત્યારે ઘરે વિધવા બહેનને એકલી જોઈને ભાઈએ બહેનની સામે પોતાનું પેન્ટ ઉતારીને તેનો હાથ પકડીને ન કરવાની માંગણીઓ કરી હતી. આ વાતનો બહેનને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને આવેશમાં આવેલી બહેને ધારદાર વસ્તુ વડે પોતાના હવસખોર ભાઈનો જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ ભાઈનું આકસ્મિત રીતે મોત થયું છે તેવું પોલીસને કહેવામાં આવ્યું હતું. જેના કારણે પોલીસે અપમૃત્યુની નોંધ કરી હતી.
પરંતુ પોલીસને આ મામલે શંકા ગઈ હતી એટલે મૃત્યુ પામેલા ભાઈનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બહેન ની પૂછપરછ કરી ત્યારે બેહને પોતાનો ગુનો કબૂલ્યો હતો. આ ઘટનાને લઈને મૃત્યુ પામેલી વ્યક્તિના પત્ની કે પરિવાર જન્મે કોઈ પણ પ્રકારની ફરિયાદ ન આપી એટલે પોલીસે જાતે જ ફરિયાદ નોંધ ને વધુમાં તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો નડિયાદ તાલુકાના મંજીપુર ગામે પ્રજાપતિ ફળિયામાં રહેતા સુનિલભાઈ બચુભાઈ પરમાર ગત 3 જૂનના રોજ પોતાના ઘરે આકસ્મિક રીતે પડી જતા મોત થયા હોવાની જાણકારી મળી હતી. ઘટનાની માહિતી મળી આબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી. ત્યારે મૃત્યુ પામેલા ભાઈની વિધવા બહેને નિવેદન આપ્યું હતું કે, તેના ભાઈ ઘરમાં અકસ્મિત રીતે પડી ગયા હતા અને તેઓને ઈજા પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. પછી તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
પરંતુ પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિનું મૃતદેહ જોયું ત્યારે તેમને શંકા ગઈ હતી. એટલે પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પછી પોલીસે આસપાસના લોકોને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે વિધવા બહેન અને મૃત્યુ પામેલા સુનિલ વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ત્યારે પોલીસે વિધવા બહેન સંગીતાની કડક પૂછપરછ કરી હતી આ દરમિયાન સંગીતાએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. સંગીતાએ પોલીસ સમક્ષ જણાવ્યું કે, ગત બે જૂનના રોજ સાંજના સમયે હું ઘરે રોટલા બનાવતી હતી.
આ દરમિયાન ભાઈ સુનિલ દારૂ પીને ઘરે આવ્યો હતો અને ઘરે કોઈ જ ન હતું. જેથી તેને મારી સામે પોતાનું પેન્ટ ઉતારી નાખ્યું અને મારો હાથ પકડીને મને ખેંચીને ઘરમાં લઈ જઈને ન કરવાની માંગણી કરતો હતો. ત્યારે મેં ગુસ્સામાં ધારીયા વડે ભાઈ ઉપર પ્રહાર કર્યા હતા. જેના કારણે ભાઈ બેભાન થઈ ગયો હતો પછી મેં ધાર્યું સંતાડી દીધું હતું. ત્યારબાદ ભાઈને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment