દેશમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે થી થોડાક સમય પહેલા બનેલી એ તો સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ડોક્ટરે પોતાની પત્ની સાથે સુસાઇડ કરી લીધું હતું. માતા-પિતાના સુસાઇડના કારણે બે બાળકો મા બાપ વગરના થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે કે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે ડોક્ટરે પોતાની પત્ની સાથે સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું હતું.
વિગતવાર વાત કરીએ તો પત્નીની માંદગી, પૈસાની અછત, દીકરાનું ભણતર બંધ હોવાથી ઉત્તરાખંડના ઉધમસિંહ શ્રીનગરમાં રહેતા એક ડોક્ટરે પોતાની પત્ની સાથે સુસાઇડ કરી લીધું છે. વિગતવાર વાત કરીએ તો મૂળ દેહરાદુનના રહેવાસી ડોક્ટર ઈન્દ્રેશ શર્મા એક ખાનગી હોસ્પિટલમાં સેવા આપતા હતા. લગભગ દસ-બાર વર્ષ પહેલા તેઓ પોતાની પત્ની વર્ષા શર્મા, દીકરી દેવાંશી અને દીકરા ઈશાન સાથે કાશીપુર આવ્યા હતા. અહીં આવ્યા બાદ તેમની પત્ની વર્ષાને કેન્સર થયું હતું.
જેના કારણે ડોક્ટર ઈન્દ્રેશ શર્માની મુસીબતો વધી ગઈ હતી. છેલ્લા છ વર્ષથી તેઓ પોતાની પત્નીની સારવાર કરાવી રહ્યા હતા. પત્નીની સારવાર પાછળ તેમને ઘણો બધો ખર્ચો કરી નાખ્યો હતો. જેના કારણે તેમનું પરિવાર આર્થિક સંકટમાં આવી ગયું હતું. પત્નીની સારવાર માટે ડોક્ટરે ઘણા લોકો પાસેથી ઉધારમાં રૂપિયા પણ લીધા હતા. પત્નીની માંગીના કારણે તેમને વારંવાર લોહીની પણ જરૂર પડતી હતી.
અનેક વખત ડોક્ટર ઈન્દ્રેશે પોતાની પત્ની માટે લોહી આપ્યું હતું. વારંવાર રક્તદાન કરવાના કારણે ડોક્ટરની પણ તબિયત બગડવા લાગી હતી. ડોક્ટર તેમની પત્ની અને દીકરા સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. ડોક્ટરે પોતાની પત્નીની સારવાર પાછળ ઘણો બધો ખર્ચો કર્યો હતો અને બાળકોને ભણતર પણ હવે ડોક્ટર સંભાળી શકતા ન હતા. જેથી દીકરાને ભણતર બંધ કરાવવું પડ્યું હતું.
આર્થિક પરિસ્થિતિ નબળી હતી જેના કારણે પિતાએ દીકરાને શાળાએ ન જવા માટેનો આગ્રહ રાખ્યો હતો. ઘરમાં એક સાથે ઘણી બધી મુસીબતો આવી ગઈ જેના કારણે ડોક્ટર ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને 11 વર્ષના દીકરાએ જણાવ્યું કે, પિતા 31 મેના રોજ ઘરે આવ્યા પછી અમે આરામથી બેસીને ડિનર કર્યું હતું. પછી હું અને પિતા લુડો રમ્યા હતા જેમાં પિતા જીતી ગયા હતા.
ત્યારે પિતાએ એક ઇન્જેક્શન બતાવ્યું અને કહ્યું કે આ બધાને લગાવવાનો છે. ત્યારે મેં મારા પિતાને કહ્યું કે મને પહેલા ઇન્જેક્શન આપો. પછી મારા પિતાની આંખો ભરાઈ ગઈ, પિતા હંમેશા મારે માટે હીરો છે, તેમને દુનિયા છોડતા પહેલા મારી ઈચ્છા પૂરી કરી. ત્યારબાદ તેઓએ એક ઇન્જેક્શન લીધું અને માતા અને એક ઝેરી ઇન્જેક્શન આપ્યું. જ્યારે મને એક સામાન્ય ઇન્જેક્શન લગાવ્યું અને માતા-પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment