જેતપુરમાં માત્ર 18 વર્ષના દીકરાનું બાથરૂમમાં ન્હાતી વખતે કરુણ મોત, અચાનક જ યુવક સાથે કંઈક એવી ઘટના બની કે… આખો પરિવાર દોડતો થઈ ગયો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે અથવા તો બેઠા બેઠા લોકોના મોત થતા હોય છે. ત્યારે જેતપુર(Jetpur)માં બનેલી એક હાર્ટ એટેક(Heart attack)ની ઘટના સામે આવી રહી છે.

જેમાં જેતપુરના જૂની સાંકળી ગામના 18 વર્ષના યુવકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થયું છે. 18 વર્ષના જુવાનજોધ દીકરાનું હાર્ટ એટેક આવતા મોત થતા પરિવાર પર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યો છે કે 18 વર્ષનો યુવક મજૂરી કામ કરીને પોતાના ઘરે પરત ફર્યો હતો.

કામ પરથી આવ્યા બાદ તે સ્નાન કરવા માટે ગયો હતો. આ દરમિયાન અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થયું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ હાર્દિક સિંગલ છે. સમગ્ર ઘટના બન્યા બાદ હાર્દિકને સારવાર માટે તાત્કાલિક જેતપુર ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલ પર ફરજ પરના તબીબે હાર્દિકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. હાર્દિકના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલમાં તો હાર્દિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બનતી હાર્ટ એટેક ની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવકોને હાર્ટ એટેક ખૂબ જ વધારે માત્રામાં આવ્યા છે. જેના કારણે ઘણા યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*