Double Decker Cycle: હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ખાસ કરીને તમે સોશિયલ મીડિયા પર દેશી જુગાડ(Jugad)ના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે.
દેશી જુગાડનું નામ આવે એટલે આપણા દેશના લોકોનું નામ પહેલું જ હોય છે. કારણ કે આપણા દેશના લોકો હંમેશા પોતાનું કામ સરળ બનાવવા માટે અવારનવાર દેશી જુગાડ કરતા હોય છે. ત્યારે આજે આપણે એક દાદાએ સાયકલ સાથે કરેલા ગજબ અને મસ્ત જુગાડ વિશે વાત કરવાના છીએ.
દાદાના આ દેશી જુગાડનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આપણે બધાએ “ડબલ ડેકર” બસ વિશે તો સાંભળ્યો જ હશે. પરંતુ આજે આપણે પહેલી વખત ‘ડબલ ડેકર’ સાયકલ જોવાના છીએ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દાદા ડબલ ડેકર સાયકલ ચલાવતા નજરે પડી રહ્યા છે.
દાદા ખૂબ જ ઊંચાઈ પર બેસીને સાયકલ ચલાવી રહ્યા છે. સાયકલમાં હેન્ડલની જગ્યાએ કારનું સ્ટેરીંગ મુકવામાં આવેલું છે. દાદાએ એક સાયકલ ઉપર બીજી સાયકલને વેલ્ડીંગ કરીને ડબલ ડેકર સાયકલ બનાવી નાખી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દાદા જરાક પણ ડરિયા વગર એક અનોખા અંદાજમાં સાયકલ ચલાવી રહ્યા છે.
कैप्शन..?
☺️ pic.twitter.com/GwZyW4Crkf— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) May 30, 2023
વીડિયો જોઈને તો ઘણા લોકો વિચારી રહ્યા છે કે, આ દાદા હવે નીચે કેવી રીતે ઉતરશે. હાલમાં દાદાના આ દેશી જુગાડ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @dc_sanjay_jas પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.
આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો દાદાના દેશી જુગાડના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment