એ..ઉડાડ્યો..! શાંતિથી રોડ ક્રોસ કરી રહેલા બાઈક સવાર વ્યક્તિ સાથે અચાનક જ કાંઈક એવો બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Accident CCTV footage: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને તમે સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાના ઘણા વિડીયો જોયા હશે. ત્યારે આજથી ઘણા સમય પહેલા બનેલી અકસ્માતની ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ વિશે આજે આપણે વાત કરવાના છીએ.

આ ઘટનામાં બાઈક લઈને રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિ સાથે કંઈક એવી ઘટના બની કે વિડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે. ઘટનાના વાયરલ થઇ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થઈ રહી છે. કેટલાક લોકો રોડ ક્રોસ કરી રહ્યા છે અને કેટલાક લોકો શાંતિથી રોડના કિનારે ચાલી રહ્યા છે.

આ દરમિયાન રોડના કિનારે વાઈટ કલરનો શર્ટ પહેરીને એક વ્યક્તિ પોતાની બાઈક સાથે ઉભેલો નજરે પડી રહ્યો છે. થોડીક વાર પછી આ વ્યક્તિ આજુબાજુ જોયા પછી બાઈક સ્ટાર્ટ કરીને રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે. આ દરમિયાન પાછળથી આવતી એક બસે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં યુવકનું માથું રોડ ઉપર અથડાયું હતું. આ ઘટના બનતા જ બસ ચાલક તાત્કાલિક બસ પર બ્રેક લગાવી દે છે. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, બસની ટક્કર લાગ્યા બાદ બાઇક સવાર યુવક રોડ ઉપર નીચે પડે છે અને પછી તે જરાક પણ હલનચલન કરતો નથી.

આ ઘટના ક્યાંની અને ક્યારની છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. આ અકસ્માતની ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે બાઈક ચાલક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હશે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*