લગ્નના દિવસે જ વરરાજાનું કરુણ મોત..! વરરાજા ઘોડે ચડે તે પહેલા કંઈક એવું બન્યું કે… લગ્ન ગીતની જગ્યાએ મરાસીયા ગાવા પડ્યા…

Groom heart attack died Funeral procession: આજકાલ સોશિયલ મીડિયા પર એવા કિસ્સાઓ સામે આવે છે જે જોઈને કે સાંભળીને આપણું હૃદય ધ્રુજી જાય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) બહરાઈચ જિલ્લામાંથી એક વરરાજા ના મોતના ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. થોડા સમય બાદ જેના લગ્નની જાન નીકળવાની હતી તે વરરાજાની શોભા યાત્રા સ્મશાનયાત્રામાં ફેરવાઈ હતી.

વરરાજા નુ હાર્ટ એટેક થી મોત થતાં લગ્નની ખુશીમાં વ્યસ્ત પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. તબીબો એ મૃત્યુનું કારણ હાર્ટ એટેકને જણાવ્યું છે, વાસ્તવમાં બહરાઈચના જરવાલ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામલાલ ના પુત્ર રામકમલ નું લગ્નના થોડા કલાકો પહેલા જ અવસાન થયું હતું. વરરાજા નુ મૃત્યુ હાર્ટ એટેક ના કારણે થયું હોવાનું કહેવાય છે,

મોતની જાણ થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. જ્યારે વરરાજા ને હાર્ટ એટેક આવ્યો ત્યારે સંબંધીઓ તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રિપોર્ટ અનુસાર રાજકમલ ને તૈયાર કરવામાં આવી રહ્યો હતો, તેથી તે દરમિયાન તેને સાફો પહેરાવવામાં આવ્યો અને તેની તબિયત બગડી હતી.

વરરાજા ને હાર્ટ એટેક આવતા સંબંધીઓ કંઈ સમજે તે પહેલા રાજકમલ બેહોશ થઈને જમીન પર પડી ગયો હતો. તે બેહોશ થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે મુસ્તફાબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો, આવી સ્થિતિમાં થોડા સમય પહેલા ઘરમાં લગ્નનો માહોલ હતો.

લોકો નાચવા ગાવાની તૈયારી કરી રહ્યા હતા, વરરાજા ના મૃત્યુ બાદ આ તમામ લોકો આઘાતમાં સરી પડ્યા હતા. લગ્નની જાન સાથે દુલ્હન ના ઘરે જવાને બદલે તમામ સ્મશાન ખાતે પહોંચી જતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વરરાજા નુ મૃત્યુ થતાં કન્યા પક્ષના લોકો અને કન્યાને પણ ખૂબ જ આઘાત લાગ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*