Khajur Bhai: ખજૂર ભાઈ તરીકે ઓળખાતા નીતિન જાની વિશે બધા જાણતા જ હશો જે ગરીબ લોકોને ખૂબ જ મદદ કરે છે. ગઢડા શહેરમાં રહેતી 51 વર્ષના મહિલાની વ્હારે ખજૂર ભાઈ આવ્યા હતા. આશાબેન શેખ નામની મહિલા છેલ્લા સાત વર્ષથી માંદગીના ખાટલે છે, જે ખજૂર ભાઈ ને ખબર પડતા ગઢડા દોડી આવી મહિલાને એર કુલર તેમજ એક ગાદલુ આપી તેને મકાન બનાવવાની ખાત્રી આપી હતી.
જ્યારે ખજૂર ભાઈ ગઢડામાં આવ્યા ના સમાચાર મળતા મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ બોટાદના ઝાંપે વિસ્તારમાં આશાબેન શેખ કે જેવો સાત વર્ષ પહેલા પડી જતા તેના મણકા તૂટી ગયા અને પેરેલિસિસ થયેલ છે. જેથી તેઓ માંદગીની પથારીમાં હતા,
આશાબેન પોતાના ખાટલા પર સાડીના લીરા કરીને ઉપર બાંધીને તે બેસતા હતા. તેમજ તેમના માતા-પિતા અને ભાઈનું નિધન થતાં હાલ તેવો એકલા જ રહે છે. આશાબેન પોતાના સગા સંબંધી તેમજ સંસ્થાઓ તેમજ આગેવાનો પાસે અનેક વાર મદદ માગી હતી. પરંતુ કોઈ પણ જગ્યાએથી તેમને મદદ મળી ન હતી અને આખરે આશાબેન ને ખજૂર ભાઈને ફોન કર્યો હતો.
ખજૂર ભાઈને ફોન કરતા જ ખજૂરભાઈ ગઢડા દોડી આવ્યા હતા અને તેણે આશાબેન ને એર કુલર, એ ગાદલુ આપ્યું હતું. તેમણે આશાબેન ને જમાડ્યા હતા અને તેને મકાન બનાવી દેવાની તેમજ તેમની સારવાર કરવાની પણ ખાત્રી આપી હતી. ખજૂર ભાઈ એટલે કે નિતીન જાની જેવો ગઢડા આવ્યા છે.
તે સમાચાર મળતાની સાથે જ ખજૂર ભાઈના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સતત ત્રણ કલાક સુધી રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી. ખજૂર ભાઈ જે ગુજરાતમાં સોનુ સૂદ તરીકે ઓળખાય છે તે લોકોની મદદ કરવા માટે તૈયાર હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment