Gujarat Board of Higher Secondary: આજે ગુજરાત ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં(Rajkot) એક દીકરીએ ચાલુ પરીક્ષા દરમિયાન પોતાના પિતા ગુમાવ્યા હતા. છતાં પણ હિંમત રાખીને પરીક્ષા આપી હતી અને આજે 88.35 PR પ્રાપ્ત કર્યા છે. તેમના પિતા મયુરભાઈ મકવાણા ને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવવાથી અવસાન પામ્યા હતા.
દીકરીને પરીક્ષા આપવાની હિંમત થતી ન હતી, પરંતુ તેમના શિક્ષકો અને માતાએ હિંમત આપતા તેને પરીક્ષા આપી હતી. રાજકોટમાં યુવાનોમાં અને નાની ઉંમરમાં હાર્ટ એટેકના અનેક બનાવો જોવા મળી રહ્યા છે. તેમાં પણ ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવવાના પાંચ જેટલા બનાવ રાજકોટમાં નોંધાયા હતા.
જેમાંથી એક નામ છે મયુર મકવાણા, 47 વર્ષીય મયુર મકવાણા સોની કામ કરતા હતા. ક્રિકેટ રમવાનો શોખ ધરાવતા હતા અને તેઓ રેગ્યુલર ક્રિકેટ રમતા હતા, એક દિવસ ક્રિકેટ રમતા રમતા તેમને હાર્ટ એટેક આવી જતા તેમનું અવસાન થયું હતું. મયુરભાઈ ની દીકરી દેવાંશી મકવાણા એ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે મારું પરિણામ આવ્યું છે. જેમાં મારે 88.35 PR આવ્યા છે, પરિણામ આવ્યું છે પરંતુ હું એટલી ખુશ નથી જેટલી હોવી જોઈએ.
કારણ કે પરીક્ષા દરમિયાન મેં મારા પિતા ગુમાવ્યા હતા,આટલું બોલતા જ દીકરીની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. તેણે વધુમાં જણાવ્યું હતું કે મારા પિતા દરરોજ સવારે ક્રિકેટ રમવા જતા હતા. હું ધોરણ 12 માં અભ્યાસ કરતી તો શાળાએ લેવા મૂકવા મને મારા પિતા આવતા હતા. પરીક્ષામાં પણ પિતા જ મુકવા આવતા હતા, એક દિવસ સવારે ક્રિકેટ રમવા ગયા મારી સાથે ફોન પર વાત પણ કરી અને થોડીવાર પછી અચાનક અવસાન થયા હોવાનો ફોન આવ્યો હતો.
દેવાંશી એ જણાવ્યું હતું કે પિતાનું અવસાન થયું પછી ત્રણ પેપર બાકી હતા, માનસિક રીતે પરીક્ષા આપવાની કોઈ તૈયારી ન હતી. તેમ છતાં શિક્ષકો અને પરિવારજનોના કહેવાથી મેં પરીક્ષા આપી હતી અને આજે પરિણામ આવ્યું છે. મારા પિતાની ઈચ્છા હતી કે આગળ પણ હું અભ્યાસ કરું, માટે આગળ હવે હું BCA નો અભ્યાસ કરવા માગું છું. જ્યારે તેની માતા આરતીબેન મકવાણા એ જણાવ્યું હતું કે મારી દીકરીની પરીક્ષા હતી તે દરમિયાન તેના પિતાનું અવસાન થયું હતું.
ત્રણ પેપર બાકી હતા અને પિતાના જવાના દુઃખમાં સતત રડતી રહેતી હતી, પરીક્ષા ન આપવાનું કહેતી હતી. પરંતુ તેમના શિક્ષકો અને અમારા પરિવારજનોએ સમજાવતા તેને પરીક્ષા આપી હતી. તેના પિતા હયાત હોત તો 90 થી 99 PR મેળવી શકે તેવો મને વિશ્વાસ છે, હું તેની માતા અને પિતા બંને બનીને રહીશ અને જે અભ્યાસ કરવો હશે તે કરાવીશ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment