Accident CCTV: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ અવારનવાર ઘણી અકસ્માતની ઘટનાના વિડીયો અથવા તો સીસીટીવી ફૂટેજ જોતા હશો. ત્યારે આજે આપણે ઘણા સમયે પહેલા બનેલી એક ભયંકર અકસ્માત્રી ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક ઝડપી ટ્રક ચાલકે ટોલનાકા(Tolanaka) પર ઉભેલી કારને જોરદાર ટક્કર લગાવી હતી.
ટ્રક ચાલક કારને પોતાની સાથે ઘસડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના ગવાલિયર હાઇવે ઉપર બની હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ટોલનાકા પર કેટલાક વાહનો ટોલ ટેક્સ આપી રહ્યા છે.
આ દરમિયાન પાછળથી એક ઝડપી ટ્રક ત્યાં આવી પહોંચે છે. ટોલનાકુ આવી ગયું છતાં પણ ટ્રક ચાલક ટ્રકને બ્રેક લગાવતો નથી અને ખૂબ જ ઝડપમાં ત્યાંથી પસાર થાય છે. આ દરમિયાન ટ્રક ચાલક ટોલ બૂથ ઉપર ઉભેલી કારને જોરદાર ટક્કર લગાવે છે. ઝડપી ટ્રક ચાલક લગભગ કારને ટક્કર મારીને 100 ફૂટ સુધી પોતાની સાથે ઘસડી ગયો હતો.
આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ કે નહીં તેની કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ અકસ્માતની ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે કારમાં સવાર લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હશે. ટ્રક ચાલકે કયા કારણોસર બ્રેક ન લગાવી તેનું પણ કોઈ કારણ સામે આવ્યું નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ઝડપી ટ્રક ટોલબૂથ ઉપર ઉભેલી કારને ટક્કર લગાવીને ત્યાંથી ફરાર થઈ જાય છે.
સમગ્ર દ્રશ્ય ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ facebook પર Zee 24 Kalak નામની ન્યુઝ ચેનલે પોતાના પેજ પર શેર કર્યા હતા. આ વિડીયો અત્યાર સુધીમાં 10,000 થી પણ વધારે લોકોએ જોયો છે વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment