ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડા(storm) સાથે વરસાદ(rain) પડી રહ્યો છે. ગુજરાતની જેમ રાજસ્થાનમાં(Rajasthan) પણ વરસાદે ભુક્કા બોલાવી દીધા છે. આવી પરિસ્થિતિમાં ખરાબ હવામાનની સૌથી ખરાબ અસર જોધપુર અને જયપુરમાં જોવા મળી રહે છે. ભારે વરસાદ અને ઝડપી પવન જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
ત્યારે મંગળવારના રોજ જોધપુરમાં સવારના સમયે બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. અહીં ભારે પવનના કારણે એક ઝાડ અચાનક જ રસ્તા પર તૂટી પડ્યું હતું. જેના કારણે ત્યાંથી સ્કુટી પર પસાર થતા બે મિત્રો ઝાડની નીચે દબાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારના રોજ સવારના સમયે બની હતી. અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકો ઇજાગ્રસ્ત થયા છે. વિગતવાર વાત કરીએ તો સવારના 09:00 વાગ્યાની આસપાસ રોડ પરથી નીકળતી સ્કુટી ઉપર એક ઝાડ પડ્યું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઝાડની નીચે દબાઈ ગયેલા ત્રણેય લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે અચાનક જ સ્કુટી સવાર યુવકો પર ઝાડ પડે છે.
— Ola Movie (@ola_movie) May 30, 2023
જોધપુર અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે આવી ઘણી બધી ઘટનાઓ બની છે. ઘણી જગ્યાએ ઝાડ પડવાના કારણે ગાડીઓ ઝાડની નીચે દબાઈ ગઈ છે અને ઘણી જગ્યાએ આવી ભયંકર અકસ્માતની ઘટનાઓ બની છે. રાજસ્થાનની જેમ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ તો આ ભુક્કા બોલાવતી ગરમીમાં પુર જેવી પરિસ્થિતિઓ સર્જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment