Terrible accident: આજરોજ સવારે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કારમાં આગ લાગી જતા કારમાં સવાર 4 લોકો જીવતા સળગી ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલા ચાર લોકોમાંથી ત્રણ લોકો તો એક જ પરિવારના સભ્યો હતા. જાણવા મળી રહ્યું છે કે સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ એક કાર અચાનક જ બેકાબુ થઈ ગઈ હતી અને ઝાડ સાથે જઈને અથડાઈ હતી.
કારની ઝાડ સાથે ટક્કર થતા જ અચાનક જ કારમાં આગ લાગી ઉઠી હતી. કારમાં બેઠેલા મુસાફરો કારમાંથી બહાર નીકળે તે પહેલા તો કારમાં ભયંકર આગ લાગી ગઈ હતી અને કારમાં બેઠેલા લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ભયંકર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના હરદામાં આજરોજ સવારે બની હતી. ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઘટના બની ત્યારે કારમાં સળગી રહેલા લોકોની મોતની ચિસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ કાર ઉપર લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને પછી અંદરથી મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટનામાં અખિલેશ, આદર્શ, રાકેશ અને તેની પત્ની શિવાનીનું મોત થયું છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાકેશ રિલાયન્સ પેટ્રોલ પંપ પર કામ કરતો હતો. તેનો નાનો ભાઈ અખિલેશ ફોટો સ્ટુડિયો ચલાવતો હતો. આ ઉપરાંત તેમના ગામનો રહેવાસી આદર્શ ચૌધરી નામનો યુવક પણ ફોટોગ્રાફીનું કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર આદર્શ અને અખિલેશ ફોટાગ્રાફીના કામ માટે બહારગામ ગયા હતા.
બુધવારે તેઓ સવારે પરત આવી રહ્યા હતા. ત્યારે પોતાની સાથે રાકેશ અને તેની પત્ની શિવાનીને પણ લઈ ગયા હતા. રાકેશના લગ્ન છ મહિના પહેલા જ શિવાની સાથે થયા હતા. બધા ઘરે આવી રહ્યા હતા ત્યારે લગભગ 7:00 વાગ્યાની આસપાસ કાર અચાનક જ બેકાબુ બની ગઈ હતી અને રોડની સાઈડના ઝાડ સાથે અથડાઈ હતી.
ટક્કર એટલે જોરદાર હતી કે કારમાં આગ લાગી ગઈ હતી. કારમાં બેઠેલા મુસાફરો ગેટ ખોલીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તે પહેલા તો કારમાં ખૂબ જ મોટી આગ લાગી ગઈ હતી અને કારમાં સવાર ચારેય લોકો આગની જ પેટમાં આવી ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment