દીકરી ધારાને ન્યાય અપાવવા માટે ટિકટોક સ્ટાર કિર્તિ પટેલે કોળી સમાજના યુવાનોને બે હાથ જોડીને કરી વિનંતી, કહ્યું કે “દીકરીને ન્યાય અપાવવા…” જુઓ વિડિયો

Kirti Patel spoke about daughter Dhara: મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે બે-ત્રણ દિવસ પહેલા ઢોંગી અને પાખંડી સુરજ ભુવાજી(Suraj Bhuwaji) સહિત આઠ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. પાખંડી સૂરજ ભુવાએ પોતાની ટોળકી સાથે મળીને ધારા નામની દીકરીનો જીવ લઈને તેના મૃતદેહને સળગાવી દીધું હતું.

આ બનાવ અંગે ટિક ટોક સ્ટાર કીર્તિ પટેલએ કોળી સમાજને હાથ જોડીને એક વિનંતી કરી છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હૈયાને સ્પર્શી જાય તેવી કીર્તિ પટેલ વાત કરી રહી છે. તો ચાલો જાણીએ કીર્તિ પટેલે એવી તો શું વાત કરી? મિત્રો તમને બધાને ખબર હશે કે કીર્તિ પટેલ અનેક વિવાદોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

ત્યારે હાલમાં કીર્તિ પટેલે દીકરી ધારા સાથે બનેલી ઘટના અંગે કોળી સમાજને હાથ જોડીને એક વિનંતી કરી છે. કીર્તિ પટેલ એક વિડીયો બનાવીને જણાવ્યું હતું કે, “હું ધારાના ન્યાય માટે સપોર્ટ માંગુ છું. સુવાળીયા કોળી ઠાકોર સમાજ પાસે, કે આ દીકરીને ન્યાય અપાવો અને સમાજ આગળ આવો. કોળી સમાજના યુવાનો દીકરી ધારાને ન્યાય અપાવો.

મોટા મોટા સંગઠનો અવાજ ઉઠાવીને આ મા-બાપ વગરની દીકરી ધારાને ન્યાય અપાવો. જૂનાગઢના કડીવાર કોળી સમાજની દીકરી છે ધારા. હું એક પટેલની દીકરી થઈને કહું છું કે ધારાને હું બેન માનતી હતી. આ નરાધમે દીકરીને હવસનો શિકાર બનાવીને, કાવતરું ઘડીને દીકરીનો જીવ લઈ લીધો છે.

શું ભૂલ હતી આ દીકરીની. આજે તમે આગળ નહીં આવોને તો ગુજરાતમાં ક્રાઈમ વધતો જશે અને દીકરીઓ જોડે આવુંને આવું અવારનવાર બનતું રહેશે. એટલે બે હાથ જોડીને વિનતી કરું છું કે ધારાને ન્યાય અપાવો અને આ નરાધમને ફાંસી અપાવો. મિત્રો કીર્તિ પટેલનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો દરેક સમાજને આ દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવવું જોઈએ. કારણકે આજે મા-બાપ વગરની દીકરી સાથે આ ઘટના બની છે. કાલે કોઈક નરાધમ આપણી દીકરીને પણ આવો શિકાર બનાવી શકે છે. જેથી દરેક સમાજના યુવાનોને ધારાને ન્યાય અપાવવા માટે આગળ આવવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*