નાની ઉંમરમાં પિતાના અંતિમ સંસ્કાર કરતી દીકરીને જોઈને આખું સ્મશાને ધ્રુજી ઉઠ્યું… આખી ઘટના વાંચીને તમારી આંખો પણ આંસુઓથી ભરાઈ જશે…

આપણા દેશમાં દીકરીઓને અમુક પરંપરાઓનું પાલન કરવું પડતું હોય છે, સનાતનની પરંપરા અનુસાર દીકરીઓને સ્મશાનમાં જવાની પણ મનાય છે. પરંતુ સંજોગો ક્યારેક તેમને એવા વળાંક પર ઉભા કરી દે છે જ્યારે દીકરીઓ માત્ર સ્મશાન જતી નથી. પરંતુ અર્થીને કાંધ આપે છે અને ચિતા પ્રગટાવીને અંતિમ સંસ્કાર પણ કરે છે, આવું જ દ્રશ્ય સોમવારે અલીગઢ માં જોવા મળ્યું હતું.

જ્યારે દુબેની ધર્મશાળા માં રહેતા 52 વર્ષીય રાજકુમારનું મૃત્યુ થયું હતું, તેમના પરિવારમાં માત્ર તેમની પત્ની અને ત્રણ પુત્રીઓ જ છે. તેથી દીકરીઓએ આગળ વધી પોતાની જવાબદારી નિભાવી હતી અને અગ્નિ પ્રગટાવી પિતાને અંતિમ વિદાય આપી હતી. આ જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ, દુબે ના પાડો ખાતે રહેતા રાજકુમાર ઘરમાં જ નાના મોટા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

તેમને કોઈ પુત્ર નથી અને માત્ર ત્રણ પુત્રીઓ જ છે, જેમાં 18 વર્ષની દીકરી રતિ, 16 વર્ષની ગૌરી અને 13 વર્ષની ચિત્રા છે. મોટી દીકરી પરણેલી છે જ્યારે બંને નાની દીકરીઓની જવાબદારી રાજકુમાર પર હતી, લગભગ 9 મહિના પહેલા તેને ઓરલ કેન્સર હોવાનું નિદાન થયું હતું. પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે તેની સારી સારવાર કરાવી શક્યા ન હતા. ઘરમાં જે કંઈ હતું તે કેન્સરની સારવાર માટે ધીમે ધીમે વેચાઈ ગયું અને આખો પરિવાર ભૂખે મરવાની હાલતમાં આવી ગયો.

જે બાદ સોમવારે તેમનું મૃત્યુ થયું હતું, રાજકુમારની સારવારમાં ઘરના વાસણો પણ વેચાઈ ગયા હતા. પરિવાર ભૂખમરાની અણી પર હતો તે દરમિયાન સોમવારે રાજકુમારનું અવસાન થતા પરિવાર અને સગીર પુત્રીઓ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. રડતા રડતા બધાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, આ અંગે પાડોશીઓના લોકોને જાણ થતા લોકોએ એક થઈને અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી હતી. જે બાદ સૌથી નાની પુત્રી ચિત્રાએ ચાંદનીયા સ્મશાનમાં પિતાને અંતિમ વિદાય આપી હતી.

આ કરુણ દ્રશ્ય જોઈ સૌના હૃદય દ્રવ્ય અને સૌ કોઈ માસુમ દીકરીઓના ભવિષ્ય વિશે વિચારમાં પડી ગયા હતા. પાડોશીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રાજકુમારની સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થયો હતો. ડોક્ટરો પૈસાની માંગણી કરતા હતા, જેથી પરિવારના સભ્યો તેની સારી સારવાર કરાવી શક્યા ન હતા. રાજકુમાર ની પત્ની પણ બીમાર રહે છે અને તેના ઘરે કમાનાર કોઈ નથી, આવી સ્થિતિમાં દીકરીઓની સુરક્ષા અને પરિવારનો ખર્ચ કેવી રીતે થશે? આ વાતની તમામ લોકોને ચિંતા છે.

લોકોએ આ પરિવારને મદદ કરવા સરકાર આગળ આવે અને પરિવારનું ગુજરાન અને દીકરીઓના લગ્ન, ભણતરનું ધ્યાન રાખે તેવી માંગ ઉઠાવી હતી. ઘરમાં કોઈ માણસ નથી તેથી વહીવટી તંત્રને પણ આ દીકરીઓની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લેવી જોઈએ. જેથી આ દીકરીઓ શિક્ષિત થઈને પોતાના પિતાને ગૌરવ અપાવી શકે. એક દીકરીને પિતાને મુખાગ્નિ આપત્તિ જોઈને આખા સ્મશાન માં લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*