ઉનાળાની ગરમીમાં ભેંસોના ટોળાએ સ્વિમિંગ પૂલમાં ન્હાવાની મજા માણી… વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો…

લોકોને સ્વિમિંગ પૂલના(swimming pool) પાણી સાથે રમતી વખતે જે મજા આવે છે, એટલી મજા તમને બીજે ક્યાંય નથી મળતી. તમે પુલમાં ઘણી વખત માણસો અને બાળકોને પાણીમાં છાંટા મારતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય ભેંસો ને સ્વિમિંગ પૂલમાં આનંદ માણતી જોઈ છે ? લગભગ જોયા નહીં હોય, કારણકે સ્વિમિંગ પૂલમાં પ્રાણીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.

પરંતુ જો પ્રાણીઓ પોતે ખાનગી સ્વિમિંગ પૂલમાં પ્રવેશ કરે અને પરવાનગી વિના સ્નાન કરે તો શું ? આ વાત સાંભળીને ભલે તમને હાસ્યાસ્પદ લાગતું હોય પરંતુ આ એકદમ સત્ય છે. હકીકતમાં ભેંસોના ટોળાએ એક ઘરના ખાનગી સ્વિમિંગ પૂલમાં ઘૂસીને તેના માલિકને 25 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું.

ખાનગી ન્યુઝ અહેવાલ મુજબ એક-બે નહીં પરંતુ 18 ભેંસ તેમના ખેતરમાંથી ભાગી ગઈ હતી. આ બધી ભેસો ભાગીને એક ઘરમાં પ્રવેશી જ્યાં સ્વિમિંગ પૂલ હતો, પછી શું હતું સ્વિમિંગ પૂલ જોતા જ કેટલીક ભેસો તેમાં ઉતરવા લાગી હતી. જ્યારે બાકીની ભેસો ઘરના બગીચામાં અહીં તહી ફરવા લાગી, આ ઘટના એસેક્સની કહેવામાં આવી રહી છે.

સમગ્ર ઘટનાનો વિડીયો ઘરમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ છે, સમગ્ર ઘટનાનું વર્ણન કરતા એન્ડી અને લીનેટ સ્મિથે જણાવ્યું હતું કે 70 હજાર પાઉન્ડ ના સ્વિમિંગ પૂલમાં આઠ ભેંસ ઘૂસી ગઈ હતી અને 2.5 મિલિયન નું નુકસાન થયું હતું. ફૂલની કયારીઓ અને વાડને ખરાબ રીતે બરબાદ કરી દીધી, એન્ડીએ જણાવ્યું કે જ્યારે મારી પત્ની સવારે રસોડામાં ચા બનાવવા ગઈ ત્યારે તેણે જોયું કે ભેંસોનું ટોળું સ્વિમિંગ પૂલ અને બગીચામાં તબાહી મચાવી રહ્યું છે.

આ જોયા પછી તેણે તરત જ 999 પર ઇમર્જન્સી કોલ કર્યો, પરંતુ ત્યાંથી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નહીં અને ફાયર બ્રિગેડને લાગ્યું કે આ ફેક કોલ છે.એન્ડીએ વધુમાં કહ્યું કે, લાખ સમજાવટ બાદ તેને મામલાને ગંભીરતાથી લીધો અને ફરી આવ્યા. જ્યારે તે અમારા ઘરે પહોંચ્યા ત્યારે પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી.

પરંતુ ત્યાં સુધીમાં ભેંસોએ 25,000 પાઉન્ડનું નુકસાન કર્યું હતું, માહિતી માહિતી મુજબ આ મામલો થાળે પડ્યો છે અને નુકસાન ની ભરપાઈ પણ કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં કોઈ નુકસાન થયું નથી તેઓને સુરક્ષિત બચાવી લેવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*