આજકાલ સોશિયલ મીડિયા પર આપણે રખડતા ઢોરના ઘણા વીડીયા જોયા હશે. રખડતા ઢોરના કારણે ખૂબ જ અકસ્માતો પણ વધી રહ્યા છે અને આવી ઘણી ઘટનાઓ બની છે. છેલ્લા કેટલાક સમયથી આપણા રાજ્યની અંદર રખડતા ઢોરનો આંતક વધી રહ્યો છે. તેવામાં આપણી સામે એવી ઘણી ઘટનાઓ સામે આવે છે જેમાં આખલાઓને કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
તેમજ ઘણા બધા લોકો ને ખૂબ જ ગંભીર ઈજાઓ પણ પહોંચી હશે. આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનિક લોકોની અંદર પણ ભયનો માહોલ છવાઈ ગયો છે. વાયરલ વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે રોડની વચ્ચોવચ બે મોટા આંખલાઓ એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે.
લડાઈ જોઈને સ્થાનિક લોકોએ પોતાના જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા અને સદનસીબે આ સમગ્ર ઘટનાની અંદર કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે બે આંખલાવો ઝઘડા કરી રહ્યા છે, જે જોઈને કેટલાક લોકો તેને શાંત પાડવા લાકડી વડે મારે છે તો કોઈક પાણી નાખે છે.
પરંતુ આખલાઓ ઝઘડતા બંધ થતા નથી, વાહન ચાલકો પણ પોતાનો જીવ બચાવવા માટે રસ્તાની સાઈડમાં ઊભા રહી ગયા હતા. આખલાઓના ઝઘડાને કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. આખલાઓના ઝઘડા ની વચ્ચે સ્થાનિક લોકો પણ પોતાના જીવ બચાવીને ભાગવા લાગ્યા હતા અને
ઘણા લોકો આ ઝઘડા નો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટી માત્રામાં વાયરલ કર્યો હતો. ઘણી વખત આખલાઓના ઝઘડાને કારણે લોકો જીવ પણ ગુમાવે છે અને ઘણા અકસ્માતો પણ થાય છે. પરંતુ આ આખલાઓના ઝઘડામાં કોઈને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment