આજકાલ સોશિયલ મીડિયા પર અંગદાનની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના દિયોદર(Deodar) તાલુકાના લુદરા ગામમાં(Ludra village) એક યુવકને જન્મથી જ એક કિડની હતી. ત્યારે પથરીની બીમારી થતા કાર્યરત એક કિડની પણ ફેલ થઈ જવાને કારણે યુવકના પિતાએ એક કિડની આપી દીકરાને નવજીવન બક્ષ્યું હતું.
મહત્વનું છે કે દિયોદર તાલુકાના લુદરા ગામે રહેતા મફાભાઈ પસાભાઈ દેસાઈ ખેતી અને પશુપાલનના વ્યવસાય કરી રહ્યા છે. ત્યારે તેમને સંતાનમાં બે દીકરી અને બે દીકરા છે, જેમાં 28 વર્ષના મોટા દીકરા સાગરભાઇ દેસાઈ શિક્ષક તરીકે સુઈગામ તાલુકાના નવાપુરા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર એક જ કિડની સાથે જન્મ્યા હતા. જ્યારે એક કિડનીના સહારે જીવન પસાર કરી રહેલા સાગરભાઇ દેસાઈને થોડાક વર્ષ પહેલાં પથરીની બીમારી થતા સમય જતા કાર્યરત એક કિડની પણ ફેલ થઈ ગઈ હતી.પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા,
ત્યારે અમદાવાદ જાયસડ હોસ્પિટલમાં આ અંગે સારવાર અર્થે જતા પરિવારમાંથી અથવા કોઈ કિડની મળે તો કિડની સેટ કરવાનું તબીબો દ્વારા સલાહ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ત્યારે પુત્રને નવજીવન બક્ષવા ખુદ તેના પિતાએ એક કિડની દાન કરવાની તૈયારીઓ દર્શાવી હતી.
આ અંગે યોગ્ય રિપોર્ટ ચકાસણી થયા પછી પિતાની કિડની મેચ થતા તબીબોએ એ ત્રણેક દિવસ પહેલા ઓપરેશન કરી કિડની ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવી છે. હોસ્પિટલમાં ઓપરેશન પછી પિતા અને પુત્ર બંનેની તબિયત સારી છે તેવું પરિવારજનોએ જણાવતા કહ્યું છે. તેમજ તબીબોના જણાવ્યા મુજબ આગામી બે-ત્રણ મહિના સાગરભાઇ દેસાઈ સારા થઈ પોતાનું રાબેતા મુજબ જીવન જીવી શકશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment