ચાલતી બસમાં કંડકટરને અચાનક જ આવ્યો હાર્ટ એટેક, માત્ર 10 સેકન્ડમાં કંડકટરનું મોત… જુઓ મોતનો LIVE વિડિયો…

Bus conductor heart attack: છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં હાર્ટ એટેક(heart attack) આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ચાલતી બસમાં અચાનક જ કંડકટરને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે. ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

આ ઘટના 20 તારીખના રોજ બની હતી. પરંતુ આજરોજ ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ઇન્દોર થી પુણ્ય જતી બસમાં બેઠેલા કંડકટરને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો.

હાર્ટ એટેક આવતાં જ કંડકટરનું ચાલતી બસમાં જ કરુણ મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલા બસ કંડકટર નું નામ કુમાવત હતું અને તેમની ઉંમર 40 વર્ષની હતી. તેઓ ઇન્દોર થી પુણે જઈ રહેલી કલ્પના ટ્રાવેલર્સમાં ફરજ બજાવતા હતા. 20 મે ના રોજ તેઓ સવારે 8:00 વાગ્યાની આસપાસ ઇન્દોરના પોતાના ઘરેથી નીકળી ગયા હતા.

ત્યારબાદ તેઓ ફરજ પર આવી ગયા હતા અને બસની આગળની સીટ પર બેઠા હતા. ત્યારે લગભગ બે વાગ્યાની આસપાસ અચાનક જ તેઓ મૂંઝાઈ ગયા હતા. ત્યાર પછી તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને આજુબાજુ બેઠેલા લોકો કાંઈ સમજે તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું.

ત્યાર પછી તો કંડકટરની ખરાબ હાલત જોઈને બસને તાત્કાલિક નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. અહીં ડોક્ટરે બસ કંડક્ટરને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ બચી શક્યા નહીં. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યાર પછી આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા કંડકટર ના પરિવારજનોને કરવામાં આવી હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*