Electric bike fire: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચક થઈ જતા હોઈએ છીએ. જ્યારે ઘણા વિડીયો જોઈને આપણને હસવું આવી જતું હોય છે. ત્યારે હાલમાં રૂવાટા ઉભા કરી દેનારી એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મિત્રો હાલમાં તો ઇલેક્ટ્રીક સ્કૂટીનો જમાનો ચાલી રહ્યો છે.
દિવસેને દિવસે લોકો ઇલેક્ટ્રીક વાહન લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે જેઓ ઇલેક્ટ્રીક વાહન લેતા ખૂબ જ ડરે છે. કારણ કે ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવાની સંભાવનાઓ ખૂબ જ વધારે છે. ઇલેક્ટ્રીક સ્કૂટીમાં આગ લાગવાની તમે ઘણી ઘટનાઓ પણ સોશિયલ મીડિયા ઉપર જોઈ હશે.
ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં રસ્તા ઉપર ચાલતી ઈલેક્ટ્રીક બાઈકમાં અચાનક જ આગ લાગી ઉઠી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર ચાલતી ઈલેક્ટ્રીક સ્કુટીમાં સૌપ્રથમ ધુમાડા નીકળે છે અને ત્યાર પછી અચાનક જ સ્કુટીમાં આગ લાગે છે.
આગ લાગતા જ સ્કુટી પર સવાર બંને વ્યક્તિઓ રોડ ઉપર જ સ્કુટી મૂકીને ત્યાંથી દૂર ભાગી જાય છે. વાયરલ થઈ રહેલો વિડિયો પૂર્વ ચાઇનાના બહારના વિસ્તારમાં ગંઝોઉ સીટીના રસ્તા ઉપર બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેન્દ્ર થઈ ગઈ હતી.
ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, રસ્તા ઉપર ચાલતી ઈલેક્ટ્રીક સ્કુટીમાં અચાનક જ સફેદ કલરના ધુમાડા નીકળવા લાગે છે અને ત્યાર પછી થોડીક વાર પછી એક જટકામાં સ્કુટીમાં આગ લાગે છે. સ્કુટી સવાર બંને સમજે તે પહેલા તો સ્કુટીમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ બંને રસ્તાની વચ્ચોવચ જ સ્કુટી મૂકીને ત્યાંથી દૂર ભાગી ગયા હતા.
વાયરલ થઈ રહેલો આ વિડીયો youtube ઉપર CGTN નામની ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં ઘણા લોકોએ જોયો છે અને ઉપરાંત વીડિયો જોઈને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment