રસ્તા ઉપર ઉભેલું ટ્રેક્ટર અચાનક જ ડ્રાઈવર વગર ચાલવા લાગી, પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Viral accident video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. અમુક વખત તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે, જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકો અકસ્માતની ઘટનાનો ભોગ બનતા હોય છે. ત્યારે હાલમાં તેવી જ એક અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર ઊભેલું એક ટ્રેક્ટર અચાનક જ ડ્રાઇવર વગર ચાલવા લાગે છે. ત્યાર પછી તો કંઈક એવું બન્યું કે વિડિયો જોઈને ઘડીક વાર તો તમારો શ્વાસ પણ અધર થઈ જશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર ઘણા બધા વાહનોની અવરજવર થઈ રહી છે અને આજુબાજુ ઘણા બધા લોકો પોત પોતાના કામ કરી રહ્યા છે.

ત્યારે રસ્તાના કિનારે એક ટ્રેક્ટર અચાનક જ આગળ ચાલવા લાગે છે. આ દરમિયાન આગળ ઊભેલી એક મહિલા ટ્રેક્ટરના અડફેટેમાં આવી જાય છે. પરંતુ તેની સાથે ઉભેલો પુરુષ મહિલાને યોગ્ય સમયે ત્યાંથી દૂર ખેંચી લે છે જેના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. ત્યાર પછી તો આ ડ્રાઇવર વગરનું ટ્રેકટર રોડ ઉપર આગળ ચાલવા લાગે છે.

ટ્રેક્ટરને ચાલતું જોઈને ડ્રાઇવર તરત જ ટ્રેક્ટર ની પાછળ દોડવા લાગે છે અને આસપાસ ઉભેલા લોકો પણ ટ્રેક્ટરને રોકવાના પ્રયાસ કરે છે. પરંતુ ત્યાં સુધીમાં ટ્રેક્ટર રોડના કિનારે ઉભેલી એક સફેદ કલરની કાર સાથે જઈને અથડાય છે. ત્યારબાદ ટ્રેક્ટર ઉભું રહી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.

વાયરલ થયેલો વિડિયો “Total Tv” નામના youtube એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*