નવી બાઈક ખરીદીને ઘરે જઈ રહેલા શિક્ષકને રસ્તામાં ઝડપી સ્કોર્પિયો કારે ઉડાડ્યા, શિક્ષકનું ઘટનાસ્થળે મોત… જુઓ અકસ્માતનો હચમચાવી દેતો વિડિયો…

Teacher dies in an accident: હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ભયંકર અકસ્માતની ઘટનામાં એક શિક્ષકે(Teacher) પોતાનો જીવ ગુમાવ્યો છે. શિક્ષક પોતાની નવી બાઈક(New bike) લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પેટ્રોલ પંપ પર બાઈકમાં પેટ્રોલ પુરાવા માટે વળતા હતા, ત્યારે ઝડપી સ્કોર્પિયો કારે(Fast Scorpio Car) તેમની બાઈક અને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર શિક્ષક ફંગોળાઈને 60 મીટર દૂર જઈને પડ્યા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના છત્તીસગઢના કવર્ધા જિલ્લામાંથી સામે આવી રહી છે.

बाइक भी क्षतिग्रस्त हो गई है।

વિગતવાર વાત કરીએ તો, 37 વર્ષના મનોજ ચંદ્રવંશી નામના શિક્ષક રવિવારના રોજ સવારે પોતાની નવી બાઇક ખરીદવા માટે ગયા હતા. નવી બાઈક ખરીદીયા બાદ તેઓ બાઈક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં પેટ્રોલ પંપ આવતા જ તેમને પોતાની બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે બાઈક પેટ્રોલ પંપ તરફ વાળી હતી.

આ દરમિયાન ત્યાંથી પસાર થતી ઝડપી સ્કોર્પિયો કારે બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બનતા જ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઇજાગ્રસ્ત થયેલા શિક્ષક પાસે દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો શિક્ષકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

આ ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃત્યુ પામેલા શિક્ષકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. ત્યાર પછી આ ઘટનાની જાણ મૃતક શિક્ષકના પરિવારજનોને કરવામાં આવી હતી. મોતના સમાચાર મળતા જ પરિવારના લોકોને હૈયાફાટ રૂદન કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*