રાજકોટ(Rajkot)માં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. રાજકોટના રાવીક ગામ(Ravik village) પાસે આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં(Plastic factories) માલિક ધીરુભાઈ નામના વ્યક્તિએ પોતાના કારખાનામાં કારીગર સાથે કંઈક એવું કર્યું કે વીડિયો જોઈને તમે પણ ચોકી ઉડશો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જેમાં તમે જોઈ શકો છો કે એક કારીગર કારખાનામાં કામ કરી રહ્યો હતો. ત્યારે કારખાનાનો માલિક કારીગર પાસે પહોંચે છે અને તેની સાથે વાતચીત કરી રહ્યો હોય છે. આ દરમિયાન અચાનક જ કારખાનું નો માલિક ઉગ્ર બની જાય છે અને પોતાના કારીગરને બે-ત્રણ લાફા જીકી દે છે.
ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારખાનાનો માલિક કર્મચારીનો કોલર પકડીને તેની સાથે ઝપાઝપી કરતો નજરે પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, કારખાનામાં કામ કરતો કારીગર વારંવાર રજા રાખતો હતો. આ વાતને લઈને કારખાનાના માલિક ધીરુભાઈ અને કારીગર વચ્ચે બોલાચાલી થતા જ મામલો ઉગ્ર બની ગયો હતો.
ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે માલિક કારીગરની મન ફાવે તેમ ધુલાઈ કરતા નજરે પડી રહ્યા છે. માલિક અને કારીગર વચ્ચે ઝપાઝપી થતા જ ત્યાં કામ કરતા અન્ય કારીગરો દોડીને તાત્કાલિક ત્યાં પહોંચી આવ્યા હતા અને બંનેનો ઝઘડો બંધ કરવાના પ્રયાસો કર્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતો કારીગર રાહુલ પ્રજાપતિ વારંવાર કામ ઉપર રજા રાખતો હતો. આ વાતને લઈને રાહુલ પ્રજાપતિ અને કારખાનાના માલિક ધીરુભાઈ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો આટલો ઉગ્ર બની ગયો કે ધીરુભાઈએ રાહુલની બેફામ ધુલાઈ કરી હતી અને તેને ન કહેવાના શબ્દો પણ કીધા હતા.
Rajkot News: રાજકોટમાં કારખાનાના માલિકે કારીગરને મારીને અધમૂઓ કરી નાખ્યો, વારંવાર રજા રાખી તેમાં છટક્યો મગજ, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે #gujarat #rajkot #vtvgujarati pic.twitter.com/7raJgC7JyK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 21, 2023
આ ઘટના બનતા જ અન્ય કારીગરો મામલો શાંત પાડવા માટે વચ્ચે પડ્યા હતા. પરંતુ કારખાનાના માલિક ધીરુભાઈ શાંત પડવા માટે તૈયાર જ હતા અને ફરીથી કારીગરને એક ઝાપટ લગાવી દે છે. સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment