અમદાવાદના ઘાટલોડીયામાં એક વૃદ્ધ વ્યક્તિએ નવમા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા બે સુસાઇડ નોટ લખી…

આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાતના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ઘાટલોડીયા(Ghatlodia)માંથી સામે આવ્યો છે, જેમાં 65 વર્ષના વૃદ્ધે નવમા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. લાઇબ્રેરી ના માલિક દ્વારા અપમાનિત કરવામાં આવતા વૃદ્ધે આ અંતિમ પગલું ભર્યું છે. પોલીસે વૃદ્ધના આપઘાત કેસમાં આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

ઘાટલોડીયામાં સરદાર પટેલ આવાસના નવમા માળેથી 65 વર્ષના રજનીકાંત બ્રહ્મભટ્ટે કૂદીને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા રજનીકાંત બ્રહ્મભટ્ટે લખેલી બે સુસાઇડ નોટ મળી આવી હતી. એક સુસાઇડ નોટ ઘરમાં મૂકી હતી અને જ્યારે બીજી સુસાઇડ નોટ તેમની પાસેથી મળી આવી હતી.

જેમાં શુભ રીડિંગ લાઇબ્રેરી ના માલિક ભરત બારોટ દ્વારા વિદ્યાર્થીઓની સામે રજનીકાંત ભાઈને અપમાનિત કરીને માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઘાટલોડીયા પોલીસે મૃતકના પત્ની ચંદ્રિકાબેન ની ફરિયાદ લઈને ભરત બારોટ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

પોતાના પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરાની ન્યાયની માંગ કરી રહ્યા છે, મૃતક રજનીકાંત બ્રહ્મભટ્ટ છેલ્લા ત્રણ વર્ષથી શાસ્ત્રીનગરમાં શુભ રીડિંગ લાઇબ્રેરીમાં નોકરી કરતા હતા. છ મહિના પહેલા લાઇબ્રેરીના માલિકે કામ બાબતે ઠપકો આપીને કાઢી મૂક્યા હતા અને ત્યારબાદ એક મેના રોજ રજનીકાંત બ્રહ્મભટ્ટ ફરી લાઇબ્રેરીમાં નોકરીએ જોડાયા હતા.

11 મે ના રોજ નાના દીકરા શ્રીકાંત કેનેડા જઈ રહ્યો હતો, ત્યારે મૃતક અને તેમની પત્ની બંને દીકરાના ઘરે રોકાયા હતા. 14 મે ના રોજ નોકરી એ જવા નીકળ્યા અને નવમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. સુસાઇડ નોટમાં લાઇબ્રેરી ના માલિક ભરત બારોટ દ્વારા માનસિક ત્રાસનો આક્ષેપ કર્યો હોવાથી પોલીસે ભરત બારોટ ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ભરત બારોટ 12 વર્ષથી લાઇબ્રેરી ચલાવતો હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધના આપઘાત કેસમાં પોલીસે સુસાઇડ નોટ FSLમાં મોકલીને તપાસ શરૂ કરી છે. આ આપઘાત પાછળ ફક્ત અપમાનિત કરવાનું કારણ છે કે કોઈ અન્ય કારણો પણ છે. જે મુદ્દે પોલીસે પરિવારના સભ્યો અને લાઇબ્રેરીમાં આવતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*