આજકાલ સોશિયલ મીડિયા પર આપણે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે લોકોએ મૃત્યુ બાદ પણ ઘણા લોકોને નવજીવન આપ્યું છે. લોકો મૃત્યુ બાદ પોતાના અંગનું દાન કરીને લોકોને નવજીવન આપે છે આવો જ એક કિસ્સો કેરળ(Kerala)માંથી સામે આવ્યો છે. એટિંગલના એકના એક વિદ્યાર્થી સારંગનું છ મેના રોજ અકસ્માત થયું હતું.
જેમાં ઈલાજ દરમિયાન તેનું મૃત્યુ થયું, એસ.એસ.સી પરીક્ષાના પરિણામ પહેલા જ તેનું નિધન થઈ ગયું હતું. રીઝલ્ટ માં તેને A+મળ્યો હતો, બાળકના નિધન બાદ માતા પિતાએ તેનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો. બીનિશકુમાર અને રજનીશ પોતાના 16 વર્ષીય દીકરા સારંગના મૃત્યુ બાદ તેનું અંગદાન કરવા તૈયાર થયા હતા.
શુક્રવારે રાજ્યના સામાન્ય શિક્ષણમંત્રી વી શિવન કુટ્ટી પ્રેસ કોન્ફરન્સમાં એસ.એસ.સીના પરિણામોની ઘોષણા કરતા સમયે ભાવુક થઈ ગયા હતા. પ્રેસ બ્રીફિંગ દરમિયાન મંત્રીની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. તેમણે જણાવ્યું કે સારંગે ટોપ ગ્રેડ મેળવ્યો છે, જેની હાલમાં જ દુર્ઘટનામાં મોત થઈ છે.
શિવનકુટ્ટીએ કહ્યું હતું કે તિરુવનંતપુરમમાં એક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દસમા ધોરણના વિદ્યાર્થી સારંગે તમામ વિષયોમાં A+ ગ્રેડ મેળવ્યો છે. તેમણે કહ્યું કે અંગદાન કરવાના પરિવારના નિર્ણયથી સમાજ સેવા કરવા માટે પ્રોત્સાહન મળશે. સારંગ 6 મેના વડક્કોટ્ટકવમાં કુનંથુકોણમ પુલની પાસે એક દુર્ઘટનામાં ઘાયલ થયો હતો.
Kerala: Organs of Class 10 topper killed in accident saves 6 lives
Read more @ANI Story | https://t.co/FKh7Uo9k2D#Kerala #organdonation #KeralaStudent #BRSarang pic.twitter.com/n331Lc25GH
— ANI Digital (@ani_digital) May 20, 2023
જ્યારે તે પોતાની માતા સાથે રિક્ષામાં બેઠો હતો ત્યારે તેનું એક્સિડન્ટ થયું હતું. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા સારંગનું ઈલાજ દરમિયાન મોત થયું હતું. તેના માતા પિતાએ સારંગના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો, તેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું જેના કારણે છ લોકોનો જીવ બચાવવામાં મદદ મળી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment