આજકાલ સોશિયલ મીડિયા પર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક કિસ્સો બિહારના બાંકા જિલ્લામાંથી સામે આવ્યો છે. 19 મેના રોજ સમગ્ર દેશમાં વડ સાવિત્રી વ્રતની(Savitri Vrat) ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પરિણીતી સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ માટે વ્રત કરે છે અને વડની પૂજા કરે છે.
બિહારના બાંકા જિલ્લામાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે, બંધુઆ કુરાવા પોલીસ સ્ટેશન વિસ્તારના મનીયાપુર ચોક પર એક યુવક પત્ની તરીકે તૈયાર થઈને વડ સાવિત્રી ની પૂજા કરતા જોવા મળ્યો હતો. આ દરમિયાન વડની નીચે પૂજા કરી રહેલી મહિલાઓ હેરાન થઈ ગઈ હતી.
પરિણીત સ્ત્રી તરીકે તૈયાર થઈને આવેલ યુવકનું નામ કપિલદેવ મંડલ છે. આ યુવકે શૃંગાર કરીને તેના પુરુષ મિત્ર નિતેશ માટે વિધિ વિધાન સાથે પૂજા કરી હતી. તમામ લોકોએ આ ઘટના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, મહિલા બનીને આવેલ યુવકના છ મહિના પહેલા એક યુવતી સાથે લગ્ન થઈ ગયા છે.
તેની પત્ની એ તેના માટે વડ સાવિત્રીનું વ્રત કર્યું છે, મહિલા બનીને આવેલ યુવક જે યુવક માટે વ્રત કર્યું છે તે યુવક અપરણિત છે. યુવક જણાવે છે કે, તેણે પહેલીવાર આ વ્રત કર્યું છે અને તે તેના પુરુષ મિત્ર માટે આ વ્રત કરીને ફીલિંગ મહેસૂસ કરવા માગતો હતો. ત્યાં પૂજા કરતી મહિલાઓ આ પુરુષને એક પુરુષ માટે વ્રત ની પૂજા કરતા જોઈને નવાઈ લાગી હતી.
તેમણે કોઈ પુરુષને પહેલીવાર વડ સાવિત્રીના વ્રતની પૂજા કરતા જોયો હતો. સોશિયલ મીડિયા પર અવારનવાર આવા વીડીયાઓ વાયરલ થતા હોય છે જે સાંભળીને કે જોઈને ઘણીવાર હસવું આવે છે. બિહારના બાંકા જીલ્લાનો આ કિસ્સો સાંભળીને લોકો અને મહિલાઓ ચોકી ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment