હાલમાં બનેલી એક મોતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં લગ્નમાં એક યુવક સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરી હતી એક યુવકને લગ્નમાં(marriage) રાયફલ લઈને અંધાધુન ફાયરિંગ કરવું મોંઘું પડી ગયું છે. કારણ કે રાઇફલ(rifle) માંથી નીકળેલી ગોળીનો યુવક ભોગ બન્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું.
જાણવા મળી રહ્યું છે કે યુવક લગ્નમાં લાયસન્સ વાળી રાયફલથી હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન યુવકની રાઇફલ જામ થઈ ગઈ હતી. ત્યારે યુવક પોતાની રાયફલ સરખી કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ રાયફલમાંથી ગોળી છુટી હતી અને યુવકને પ્રાઇવેટ પાર્ટમાં વાગી હતી. પ્રાઇવેટ પાર્ટમાં ગોળી વાગતા યુવકનું મોત થયું હતું.
આ ઘટના બિહારના છાપરામાં બની હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ રમેશ યાદવ હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. લગ્નમાં રમેશને ગોળી વાગતા જ ચારે બાજુ ભારે ભાગદોડ મચી ગઈ હતી. રમેશને ગોળી વાગ્યા બાદ ત્યાં હાજર લોકો રમેશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે રમેશની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યું હતું.
ત્યાર પછી રમેશના પરિવારના લોકોએ તેનો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના મૃતદેહ લઈ લીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નમાં જાનૈયાઓ અંધાધુંન ફાયરિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન રમેશ યાદવ પોતાની રાઇફલમાંથી ફાયરિંગ કરતો હતો, ત્યારે તેની રાયફલ જામ થઈ ગઈ હતી. જેથી તે પોતાની રાયફલ સરખી કરતો હતો, ત્યારે અચાનક જ રાયફલમાંથી ગોળી છૂટી ગઈ હતી.
લગ્નમાં અંધાધુન ફાયરિંગ કરવું ભારે પડી ગયું..! રાયફલમાંથી નીકળેલી ગોળી પ્રાઇવેટ પાર્ટમાં વાગતા યુવકનું કરુણ મોત… જુઓ ઘટનાનો હચમચાવી દેનારો વિડિયો… pic.twitter.com/IDpoy35Kfq
— GUJJU ROCKZ (@gujju_rockz) May 21, 2023
રાયફલમાંથી નીકળેલી ગોળી રમેશનો હાથ વિંધીને તેના પ્રાઇવેટ પાર્ટમાં જઈને વાગી હતી. જેના કારણે રમેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું મોત થયું હતું. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment