હાલમાં નડિયાદમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ગળતેશ્વર પાસે વનોડ ગામની સીમા માં આવેલી મહી કેનાલમાં બે બાળકોના મૃતદે પાણીમાંથી મળી આવતા ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ છે. જોકે થોડાક સમય બાદ આ જ કેનાલમાંથી એક મહિલાનું મૃતદેહ પણ મળી આવ્યું છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે મહિલા બંને બાળકોની માતા હશે.
મહિલાએ સુસાઇડ કર્યું છે કે તેનો જીવ લેવામાં આવ્યો છે કે પછી આકસ્મિક રીતે તે કેનાલમાં પડી તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહ મળ્યા બાદ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યા હતા. મળતી માહિતી અનુસાર સવારના સમયે સ્થાનિક લોકોએ કેનાલમાં બે બાળકોને મૃતદેહ જોયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ બંને બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંને બાળકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
મૃત્યુ પામેલા બંને બાળકો કોણ છે અને ક્યાંથી તણાઈને કેનાલમાં આવ્યા તે દિશામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર તેજ કેનાલમાંથી એક મહિલાનો પર મૃતદેહ મળી આવ્યું હતું. બે બાળકો અને એક મહિલાનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતા ચારેય બાજુ ભારે ચકચાર મચી ગઈ છે.
પોલીસ તપાસ દરમિયાન મૃત્યુ પામેલા બાળકો અને મહિલાની ઓળખ થઈ ગઈ છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ હીનાબેન વિજયભાઈ રાઠોડ હતું અને તેમની ઉંમર 27 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલી 5 વર્ષની બાળકીનું નામ રિયાબેન વિજયભાઈ રાઠોડ હતું અને મૃત્યુ પામેલા 3 વર્ષના બાળકનું નામ જયરાજ રાઠોડ હતું.
સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર મહિલા પોતાના બંને બાળકો સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી અને ત્યારબાદ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment