અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પાર્કમાં ફરી રહેલા એક વૃદ્ધને રખડતા કૂતરાઓના ટોળાએ ફાડી ખાતા હતા. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં મોર્નિંગ વોક માટે વૃદ્ધ યુનિવર્સિટી કેમ્પસના પાર્કમાં પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. ત્યારબાદ દસથી બાર કુતરાઓના ટોળાએ તેના પર પ્રહાર કર્યો, કુતરાઓએ વૃદ્ધના કુર્તા અને પાયજામા ફાડી નાખ્યા.
જેના કારણે તે જમીન પર પડી ગયા હતા, ત્યારબાદ કૂતરાઓએ તેમના હાથ, પગ અને પેટમાં બટકા ભર્યા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું, આ ઘટના રવિવારે સવારે સાત વાગ્યે બની હતી. 65 વર્ષીય સફદર અલી તેમના પરિવાર સાથે પ્રિન્ટ પોઇન્ટ, મેડિકલ રોડ ખાતે રહેતા હતા.
તેમની બે દીકરીઓ પરણી છે અને નાની દીકરી તેમની સાથે રહે છે, મોટી દીકરી તેના પરિવાર સાથે કતારમાં રહે છે. તેઓ પાંચ વર્ષ પહેલા યુનિસેફ કાસગંજમાંથી નિવૃત્ત થયા હતા, નિવૃત્તિ પછી તેઓ અલીગઢમાં જ રહેતા હતા. દરરોજ સવારે તે યુનિવર્સિટી કેમ્પસ ના પાર્કમાં મોર્નિંગ વોક માટે આવતા હતા,
રવિવારે સવારે મોર્નિંગ વોક માટે સફદર પાર્ક પણ આવ્યા હતા. આ દરમિયાન તેમના પર કૂતરાઓના ટોળાએ પ્રહાર કર્યો હતો, યુનિવર્સિટી ગાર્ડન પાર્કમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી તેમણે પોલીસને ઘટનાની જાણ કરી, માહિતી મળ્યા બાદ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યો હતો.
આ પછી પોલીસે યુનિવર્સિટીમાં લગાવેલા સીસીટીવી ની તપાસ કરી જેમાં વૃદ્ધ પર કૂતરાના પ્રહાર ની વાત સામે આવી હતી. યુનિવર્સિટીના પ્રોકટર પ્રો. મોહમ્મદ વસીમ અલીએ જણાવ્યું કે સવારે કેમ્પસમાં મૃતદેહ હોવાની માહિતી મળી હતી.
अलीगढ़ मुस्लिम विश्वविद्यालय (AMU) में रविवार को आवारा कुत्तों ने एक बुजुर्ग शख्स पर हमला कर दिया। कुत्तों का झुंड उन्हें पार्क में खींच कर ले गया। बुजुर्ग की मौत हो गई है। pic.twitter.com/AgDfgdiNk6
— Pranjal (@Pranjaltweets_) April 16, 2023
આ પછી તરત જ પોલીસને જાણ કરવામાં આવી અને સીસીટીવી અને અન્ય માહિતી પણ પોલીસને આપવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે, એ.સી.પી સીટી કુલદીપ ગુણવંતે જણાવ્યું કે કુતરાના પ્રહારથી મોત સીસીટીવી માં સામે આવ્યું છે. તેમ છતાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment