ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં બનેલી એક ચોકાવનારી જીવ ટૂંકાવાની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક વ્યક્તિએ વિડિયો બનાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુસાઇડ કરતા પહેલા યુવકે વિડીયો બનાવીને પોતાની આપ વીતી જણાવી હતી. જાણવા મળી રહ્યું છે કે સાસરીયાઓના ત્રાસથી કંટાળીને યુવકે આ પગલું ભર્યું છે.
યુવકે વીડિયોમાં જણાવ્યું કે સાસરીયા તરફથી ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો અને તે લોકોને કડકમાં કડક સજા થાય તે પણ વાત યુવકે કરી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને અમદાવાદના સરખેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વેજલપુરમાં રહેતા અક્ષય નામના યુવકની સગાઈ શાહપુરમાં રહેતી પ્રિયંકા નામની યુવતી સાથે થઈ હતી. મળતી માહિતી અનુસાર સગાઈ થઈ ગયા બાદ અક્ષર સાસરીમાં રહેતો હતો. ત્યારબાદ અક્ષય અને પ્રિયંકાના સામાજિક રીતી રિવાજ મુજબ લગ્ન પણ થયા હતા. હાલમાં અક્ષયની પત્ની પ્રિયંકા ગર્ભવતી છે. લગ્ન બાદ પણ અક્ષય સાસરીમાં રહેતો હતો.
આ દરમિયાન કોઈ સંબંધીને ત્યાં જમવા જવાનું હોવાથી અક્ષયની માતાએ વ્યવહારિક વાત કરી હતી. જેને લઈને અક્ષયની પત્ની પ્રિયંકા એ તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પ્રિયંકાએ અક્ષયને તેના માતા પિતા અને કોઈપણ સંબંધી સાથે સંબંધ ન રાખવા માટે પણ અક્ષયને દબાણ કર્યું હતું. આટલું જ નહીં પરંતુ સસરાએ અક્ષય પાસે લગ્નનો ખર્ચો પણ માગ્યો હતો. આ ઉપરાંત પ્રિયંકાએ પોતાના માતા પિતાનું ભરણપોષણ કરવા માટે પણ અક્ષયને દબાણ કર્યું હતું. સાસરીયાઓ સતત અક્ષયને ત્રાસ આપતા હતા.
વીડિયોમાં અક્ષય જણાવ્યું હતું કે, બાય બાય ઓલ… મારા મા બાપનો ખ્યાલ રાખજો. હું જાઉં છું. મારી વાઈફ અને એમના ઘરવાળાઓએ મારુ જીવવાનું હરામ કરી નાખ્યું છે. મને ઊંઘ પણ નથી આવતી બરાબર. આઇ લવ યુ માય ફેમિલી મેમ્બર. મારા સાસરા વાળાને કડક થી કડક સજા અપાવજો નહિતર મારી આત્માને શાંતિ નહીં મળે. આ ઉપરાંત અક્ષય વીડિયોમાં ઘણું બધું જણાવ્યું હતું.
અમદાવાદ : સાસરિયાના ત્રાસથી યુવકનો આપઘાત
યુવકે વીડિયો બનાવીને આપઘાત કર્યો
પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી#Gujarat #News18GujaratiNo1 #Ahmedabad pic.twitter.com/2mV6iGsQkg— News18Gujarati (@News18Guj) March 31, 2023
મળતી માહિતી અનુસાર 29 માર્ચના રોજ અક્ષય ભાઈ ઓફિસના પહેલા માળે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ પગલું ભરતા પહેલા વિડીયો બનાવ્યો હતો અને મેસેજ પણ ફેમિલી ના whatsapp ગ્રુપમાં નાખ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે 12 લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment