ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી તમે એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં ડાન્સ કરતા કરતા અથવા તો ક્રિકેટ રમતા રમતા યુવાનોનું મૃત્યુ થયું હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મિત્રના લગ્નમાં ડીજેના તાલ પર ડાન્સ કરતા યુવકનું મોત થતા ચારેય બાજુમાં તમે છવાઈ ગયો છે. યુવકના મોતનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના પંચમહાલ જિલ્લામાંથી સામે આવી રહી છે. અહીં ફૂલેકામાં ડીજે અને બેન્ડવાજાની ધૂન પર નાચતી વખતે 27 વર્ષનો યુવક અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ આસપાસ ઉભેલા લોકો યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યું હતું.
હાર્ટ એટેક આવવાના કારણે યુવકનું મૃત્યુ થયું હશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામની છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં લગ્ન પ્રસંગમાં ફુલેકામાં એક યુવક વરરાજાને પોતાના ખંભા ઉપર બેસાડીને ડાન્સ કરી રહ્યો હતો.
આ દરમિયાન અચાનક જ યુવકને ચક્કર આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડ્યો હતો. સમગ્ર ઘટના બાદ તેને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. અચાનક જ યુવકને ચક્કર આવ્યા તેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવ્યો હશે આ કારણોસર યુવકનું મૃત્યુ થયું હશે. યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડીજે વાગી રહ્યું છે અને ત્યાં હાજર સૌ કોઈ લોકો ડીજેના તાલ પર મન મૂકીને ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન વરરાજો એક યુવકના ખભા ઉપર બેઠેલો જોવા મળી રહ્યો છે. ક્યારે અચાનક જ તે યુવક જમીન પર ઢળી પડે છે. ત્યારબાદ લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો.
વધુ એક યુવકનું લગ્નપ્રસંગમાં નાચતા-નાચતા મોત, હૃદય રોગનો હુમલો આવ્યાની શક્યતા, પંચમહાલના રજાય ગામનો VIDEO વાયરલ#viralvideo #vtvgujarati #cardiacarrest pic.twitter.com/FhtEcsqYPv
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 18, 2023
આ પહેલા પણ આવી ઘણી બધી ઘટનાઓના વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા હશે. ખાસ કરીને સુરત અને રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ રમતી વખતે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. જેના અવારનવાર વિડીયો પણ તમે સોશિયલ મીડિયા પર ખૂબ જ જોયા હશે અને હાલમાં આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment