સુરેન્દ્રનગરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. અહીં પ્રેમમાં આંધળી બનેલી એક માતાએ કંઈક એવું પગલું ભર્યું કે સાંભળીને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. સુરેન્દ્રનગરમાં માતા અને દીકરાના સંબંધને લજવે તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં માતાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના લાડલા દીકરાનો ધારદાર વસ્તુ વડે જીવ લઇ લીધો હતો.
આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે ચકચાર મચી ગઈ હતી. પ્રેમ સંબંધમાં આંગળી બનેલી માતાએ પોતાના બે વર્ષના માસુમ દીકરાને દર્દનાક મોત આપ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા બાળકના પિતાની ફરિયાદના આધારે મહિલા અને તેના પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બાળકના પિતા સલીમભાઈ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સાવરકુંડલા ગામે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા સલીમભાઈના લગ્નની હુસેના નામની મહિલા સાથે આઠ વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન દરમિયાન હુસેનાએ બે દીકરાઓને જન્મ આપ્યો હતો.
જેમાં એક દીકરાનું નામ રેહાન અને બીજા દીકરાનું નામ આર્યન છે. છેલ્લા ત્રણ વર્ષથી પતિ પત્ની વચ્ચે ડખો ચાલતો હતો એટલે હુસેના પોતાના પિયરમાં જતી રહી હતી. તે પોતાના બંને દીકરાઓને પણ સાથે પિયર લઈ ગઈ હતી. પિયરમાં હુસેનાને રાજકોટના જાકીર નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યાર પછી બંને છેલ્લા દોઢ મહિનાથી સુરેન્દ્રનગરની શ્રદ્ધા ગાર્ડન હોટલની પાછળ આવેલા એક ભાડાના મકાનમાં રહેતા હતા.
અહીં હુસેના પોતાની સાથે બે વર્ષના નાના દીકરા આર્યનને પણ લાવી હતી. જ્યારે મોટો દીકરો રેહાન પિયરમાં રહેતો હતો. ગત બુધવારના રોજ અચાનક જ આર્યનની તબિયત બગડી ગઈ હતી. તેથી હુસેના સૌ પ્રથમ તેને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે બે વર્ષના દીકરાને મૃત જાહેર કર્યો હતો. આ વાતના સમાચાર મળતા જ આરએનના પિતા સલીમભાઈ રાજકોટ પહોંચી આવ્યા હતા.
ત્યારે આર્યનની અંતિમવિધિ ની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યાં પિતાને આર્યનના શરીર ઉપર ઇજા થવાના નિશાનો દેખાયા હતા એટલે તેને શંકા ગઈ હતી કે આર્યનનો જીવ લેવામાં આવ્યો છે. ત્યારબાદ આર્યન ના પિતાએ તાત્કાલિક આ વાતની જાણ પોલીસને કરી હતી. પોલીસે આર્યનના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે આર્યનની ધુલાઈ કરવાના કારણે તેનું મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment