દેશભરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ચોરીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં માત્ર થોડીક જ સેકન્ડમાં ચોરે ચાલુ બાઈક પરથી યુવકના બેગમાંથી લાખો રૂપિયા કાઢી લીધા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ત્રણ ચોરો ચાલુ બાઈક પરથી યુવકના બેગમાંથી 40 લાખ રૂપિયાની ચોરી કરી લે છે. ચોરો એટલી સાવધાની પૂર્વક આ ઘટનાને અંજામ આપે છે કે બાઈક સવાર યુવક અને આજુબાજુના કારચાલકને પણ ખબર રહેતી નથી. આ ચોરીની ઘટના દિલ્હીના લાલ કિલ્લા પાસે ટ્રાફિક સિગ્નલ પાસે બની હતી.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અહીં સિગ્નલ પર ઉભેલા બાઇક સવાર યુવકના બેગમાંથી ત્રણ ચોરોએ મળીને 40 લાખ રૂપિયા ચોરી લીધા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાઈક સવાર યુવક ટ્રાફિક સિગ્નલ પર ઉભેલો જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ તેની પાછળ ત્રણ લોકો આવે છે.
આ ત્રણેય ચોરો ખૂબ જ આરામથી યુવકના બેગમાંથી પૈસા કાઢીને ત્યાંથી ફરાર થઈ જાય છે. જ્યારે ચોરો ચોરી કરતા હતા ત્યારે બાઈક ચાલકને જરાક પણ અહેસાસ પણ ન થયો કે તેની સાથે શું ઘટના બની ગઈ છે. સિગ્નલ ખુલતા આજે બાઇક સવાર યુવક આગળ નીકળી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના એક માર્ચની છે. પરંતુ ઘટનાઓનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે યુવકને ખબર પડે છે કે તેના બેગમાં મુકેલા 40 લાખ રૂપિયા ચોરાઈ ગયા છે. પછી તે પોલીસ ફરિયાદ કરે છે. ત્યાર પછી પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટે તેના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અન્ય એક આરોપી હજી પણ ફરાર છે. ધરપકડ કરેલા આરોપીની ઓળખ આકાશ અને અભિષેક તરીકે થાય છે. મળતી માહિતી અનુસાર પોલીસે ચોર પાસેથી 40 લાખ રૂપિયા માટે 38 લાખ રૂપિયા રિકવર કર્યા છે.
Delhi: Three men tailing the victim, with one of them quietly unzipping the bag behind the biker’s back when he slows down at the signal and loot Rs. 40 lakh from the Biker.
The whole crime unravelled in bumper-to-bumper traffic with pedestrians close by.
Maximum amount has… https://t.co/E3yINFkiFJ pic.twitter.com/zW8tcEUfeJ
— 𝗔𝗥𝗚𝗨𝗘 (@IcanArgue) March 8, 2023
સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, આ ચોરોનું જૂથ બાઈક સવારોને પોતાનો નિશાન બનાવે છે. અગાઉ પણ ટ્રાફિક સિગ્નલ પર આવી ચોરીની ઘણી બધી ઘટનાઓ બની ગઈ છે. ચોરીનો ભોગ બનેલા યુવકે જણાવ્યું કે, તે શિક્ષણ સાથે જોડાયેલી એક કંપનીમાં કેશિયર છે. તે પેઢીના માલિકના કહેવા પર કોઈના પણ પૈસા લઈને નોર્થ એવન્યુ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં ચોરોએ તેની બેગમાંથી 40 લાખ રૂપિયા ચોરી લીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment