શાંતિથી આરામ કરી રહેલા કૂતરાની વાંદરાએ સળી કરી, પછી તો કૂતરાનો બાટલો ફાટતા વાંદરા સાથે કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને પેટ પકડીને હસવા લાગશો…

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના દરરોજ ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. પ્રાણીઓના ઘણા રમુજી વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પ્રાણીઓ વચ્ચે થયેલા ઝઘડાના વિડીયો પણ વાયરલ થતા હોય છે.

ત્યારે હાલમાં એક વાંદરા અને કુતરા વચ્ચે થયેલી બબાલનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુકાનની બહાર આરામ કરી રહેલા એક કૂતરાની વાંદરો સળી કરતો હતો. આ દરમિયાન કૂતરા અને વાંદરા ઉપર ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને તે તેના ઉપર ભસવા લાગે છે.

કુતરાનો ગુસ્સો જોઈને વાંદરો ત્યાંથી પોચા પગે રફુચક્કર થઈ જાય છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. રમુજી વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આમાં તમે જોઈ શકો છો કે એક દુકાનના શટર પાસે એક કૂતરો શાંતિથી આરામ કરતો નજરે પડી રહ્યો છે.

ત્યારે એક વાંદરો કુતરાની સળી કરવા તેની પાસે પહોંચે છે. આ દરમિયાન કૂતરાનો બાટલો ફાટી જાય છે અને તે વાંદરા ઉપર ભસવાનું શરૂ કરી દે છે. કૂતરાની હિંમત જોઈને વાંદરાને ત્યાંથી ભાગવું પડે છે. ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ આ દ્રશ્ય પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by arvind kumar (@arvind_kumarr)

વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર arvind_kumar ના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 45,000 થી પણ વધારે લોકોએ આ વિડીયો જોયો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. વિડીયો જોઈને તો ઘણા લોકો હસી હસીને ગોટો વળી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*