અમેરિકામાં પ્લેન ક્રેશ થતા ભારતીય મહિલાનું કરુણ મોત, દીકરીની નજર સામે માતાને મોત આંબી ગયું… જુઓ ઘટનાના LIVE દ્રશ્યો…

વિદેશમાં રહેતા ભારતીય લોકોની મોતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે રવિવારના રોજ બનેલી એક દુર્ઘટના સામે આવી છે. અમેરિકાના ન્યૂયોર્કમાં રવિવારના રોજ એક વિમાન દૂર ઘટનામાં ભારતીય મહિલાનું મૃત્યુ થયું છે. જ્યારે મહિલાની દીકરી અને પ્લેનના પાયલોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે હવામાં ઉડતા પ્લેનના કોકપીટમાં અચાનક જ આગ લાગવાના કારણે આ દુર્ઘટના બની હતી. ત્યારબાદ પ્લેન લોંગ આઇલેન્ડ પાસે ગ્રેસ થઈ ગયું હતું તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં દીકરીની નજર સામે માતાનું મોત થયું છે.

મૃત્યુ પામેલી મહિલાનું નામ રોમા ગુપ્તા હતું અને તેમની ઉંમર 63 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મહિલા અને તેની દીકરી બંને પ્લેન ઉડતા શીખવા માંગતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ દુર્ઘટનામાં પ્લેનનો પાયલોટ સંપૂર્ણ રીતે ઘાયલ થયો છે.

મળતી માહિતી અનુસાર જ્યારે અચાનક જ પ્લેનના કોકપીટ માથે ધુમાડા નીકળ્યા એટલે પાયલોટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પ્લેનના માલિકે જણાવ્યું કે, પ્લેનનું ટેક થયું તે પહેલા પ્લેનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્લેનમાં કોઈ ખામી છે તેવું જાણવા મળ્યું ન હતું.

પ્લેન ક્રેશ થઈ રહ્યું છે તેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્લેન ક્રેશ થયા બાદ તેની તપાસ માટે અમેરિકના નેશનલ ટ્રાન્સપોર્ટ સે lફ્ટી બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પ્લેન કયા કારણોસર પ્રેસ થયું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી અને તેની તપાસ ચાલી રહી છે.

આ દુર્ઘટનામાં મહિલાનું મોત થતા જ ગુપ્તા પરિવારમાં માતમ ખોવાઈ ગયો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ લોકોએ ગુપ્તા પરિવારની મદદ માટે “ગો ફંટ મી” હેઠળ પચાસ લાખ રૂપિયા જમા કરાવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાની દીકરી ગંભીર રીતે દાઝી ગઈ છે અને તેની હાલત અત્યારમાં નાજુક છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*