લાખો ગુજરાતીઓના દિલમાં વસતા કિંજલ દવે બાળપણમાં કંઈક આવા દેખાતા હતા… જુઓ કિંજલ દવેની બાળપણની તસવીરો…

કિંજલ નો જન્મ 1999 માં થયો હતો, બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો, કિંજલ ના માતા પિતા ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં આગળ આવ્યા છે. એમને આગળ લાવવામાં એક મોટો શ્રેય કિંજલ ને જાય છે, કિંજલ ના માતા ઉનાળાની બપોરમાં પણ અનાજ લેવા માટે ચારથી પાંચ કલાક તાપમાન ઊભા રહેતા હતા. કિંજલ દવે ને ભલે ચાર ચાર બંગડી વાળા સોંગ માટે દેશ-વિદેશમાં જાણીતી થઇ હોય પણ એના 100 વધુ આલ્બમ આવી ચૂક્યા છે.

જેમના કેટલાય આલ્બમ સુપરહિટ છે માત્ર 18 વર્ષની જ ઉંમરે જેને સફળતાના શિખર સર કર્યા અને સો જેટલા આલ્બમમાં કામ કર્યું છે. તે કિંજલ દવે એ સફળતા મેળવવા અઢળક મહેનત કરી છે, પહેલા તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. પિતા લાલજીભાઈ હીરા ઘસતા હતા અને સાથો સાથ તેમના સંગીતના શોખના લીધે ગાવાનો શોખ પણ પૂરો કરતા હતા, પણ સંઘર્ષ કરતા કરતા તેઓને ખબર જ ના પડી કે તેઓ એક નામના કમાઈ ચૂક્યા છે.

.એક સમયે એવો આવ્યો જ્યારે મોટાભાગના હીરાઘસુ લોકો બેકાર થઈ ગયા. કિંજલ નાનપણમાં જ ગાયનની બાબતમાં આગળ વધી ગઈ પિતા સાથે તે દૂર દૂર ના ગામમાં બાઈક ઉપર બેસીને ગાવા જતી હતી. તેમના પપ્પા ના મિત્ર મનુભાઈ રબારી જેવો ઉત્તર ગુજરાતમાં ખૂબ જ સારા લેખક ગણાય છે અને તેમણે નામી કલાકારો માટે ગીત લખ્યા છે. તેઓ કિંજલ માટે ગીત લખતા હતા, ખેતી સાથે સંકળાયેલા કિંજલ ના દાદા પાટણના જસનપુરા ગામમાં રહે છે.

જોકે ધંધા અર્થે અમદાવાદ આવેલ એક પરિવાર છેલ્લા કેટલાક સમયથી અહીં રહે છે. ગુજરાતની પ્રખ્યાત ગાયિકા હોવા છતાં કિંજલ તેના ચાર જણાના પરિવાર સાથે 2 BHK ફ્લેટમાં રહે છે. વાતચીતમાં કિંજલ એ જણાવ્યું હતું, કે દવે તેની અટક શાળા સહિતના દસ્તાવેજો માં લખતો નથી પરંતુ જોષી તેને લખતો હતો. તેણે 2017માં ગુજરાત બોર્ડ જી.એસ.ઇ.બી 12 કોમર્સ ની પરીક્ષા આપી હતી અને 64 PR સાથે બારમું કોમર્સ પાસ કર્યું હતું.

તેણીને એચ.એસ.સી પરીક્ષા ની માર્કશીટ અથવા સ્કોરકાર્ડ ફેસબુક પર વાયરલ થઈ ગયું છે. આ લોકપ્રિય ગાયિકા કિંજલ દવે એ તાજેતરમાં 18 એપ્રિલ 2018 ના રોજ પવન જોશી નામના સાથે સગાઈ કરી હતી. કિંજલ દવે નો પતિ નો ફોટો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. 2018માં તેમની સગાઈ ની પાર્ટી નો ફોટો અને વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો મનુભાઈ રબારી કે જેઓ લોકપ્રિય ગીતકાર પણ છે.

કિંજલ દવેના મોટાભાગના ગીતો તેમના દ્વારા લખવામાં આવ્યા છે, મનુભાઈ ના પુત્ર પવન જોષીએ કિંજલ દવે સાથે સગાઈ કરી છે. સગાઈ 18 એપ્રિલ 2018 ના રોજ વિરમગામમાં થઈ હતી, કિંજલ દવે ની સગાઈમાં મોટાભાગની લોકપ્રિય હસ્તીઓ અને ગુજરાતી બિઝનેસમેનોએ હાજરી આપી હતી. કિંજલ દવે એ એક વર્ષમાં 200 થી વધારે શોઝ કર્યા છે, ઉપરાંત કિંજલ ના એક શોની ફી અંદાજિત બે લાખ રૂપિયા ચાર્જ કરે છે. અત્યાર સુધીમાં કિંજલ દવે એ વિદેશમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા સહિત ઘણા દેશોમાં કાર્યક્રમ કરી ચૂકી છે.

અત્યાર સુધીમાં કિંજલ દવે 100 વધુ ગુજરાતી ગીતોને પોતાનો સુરીલો કંઠ આપ્યો છે. કિંજલ દવે એ ગુજરાતી ગાયન ક્ષેત્રમાં મોટું નામ કમાયું હોવા છતાં તેણે ભણવાનું છોડ્યું નથી હાલ તે કોલેજમાં અભ્યાસ કરી રહી છે. તેની ઈચ્છા હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગર બનવાની છે, સાથે સાથે કિંજલ એક ગુજરાતી ફિલ્મમાં પણ હાલ આવી છે. કિંજલ ના લીધે આજે દેશ અને દુનિયામાં તેના પિતા અને મનુભાઈ જે એના સોંગ લેખક ઓળખાય છે.

કિંજલ ના પ્રોગ્રામ ની તમામ જવાબદારી તેના પિતા સંભાળે છે, એક વર્ષમાં આશરે 200 થી પણ વધુ પ્રોગ્રામ કરે છે. કિંજલ દવે એક પ્રોગ્રામ દીઠ બે કલાકના પર્ફોર્મન્સ માટે 1.5 લાખથી બે લાખ રૂપિયા ચાર્જ લે છે. માતા પિતા અને નાનાભાઈ સાથે કિંજલ દવે અમદાવાદમાં રહે છે, કિંજલ ને ગુજરાતમાં દીવનો દરિયા કિનારો ખૂબ ગમે છે. કિંજલ દવે ના ઘણા સોંગ હિટ છે એમાં લહેરીલાલા અને ચાર ચાર બંગડી ખાસ છે, કિંજલ દવે આફ્રિકા અને અમેરિકામાં પણ શો કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*