હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં ઝડપી કારની જોરદાર ટક્કરના કારણે એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટના આટલી દર્દનાક હતી કે નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી. કાર ચાલે કે બાળકને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યો હતો. જેના કારણે બાળક 25 ફૂટ દૂર જઈને જમીન પર પડ્યો હતો.
અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ બાળકના પરિવારના લોકો તેને પ્રાઇવેટ ડોક્ટર પાસે લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના સોમવારના રોજ સાંજના સમયે અમરોહાના હસનપુર કોતવાલ વિસ્તારમાં હસનપુર-સંભાલ રોડ ઉપર બની હતી.
જ્યારે એક બાળક અહીંથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે એક ઝડપી કાર ચાલકે બાળકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે બાળકનું મોત થયું હતું. મૃત્યુ પામેલા બાળકનું નામ અબ્દુલ સમદ હતું અને તેની ઉંમર 9 વર્ષની હતી. અબ્દુલ જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતી ઝડપી કાર્ય તેને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે અબ્દુલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો.
ડોક્ટરે અબ્દુલની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની માહિતી મળતા પરિવારના લોકો પોલીસ સ્ટેશન પહોંચી આવ્યા હતા. ત્યાં દીકરાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો પરિવારના સભ્યોએ ઇનકાર કર્યો હતો.
મૃત્યુ પામેલો અબ્દુલ ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. કેટલાય બાઈક ચાલકોએ કારનો પીછો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે હાથમાં આવ્યો નહીં. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
100ની સ્પીડમાં જતી કારે રોડ ક્રોસ કરતા માસુમ બાળકને ફૂટબોલની જેમ હવામાં ઉડાડ્યો, બાળકનું ઘટના સ્થળે મોત… જુઓ બાળકના મોતનો વિડીયો… pic.twitter.com/zVIOOXQYIh
— GUJJU ROCKZ (@gujju_rockz) March 7, 2023
અકસ્માતના દ્રશ્યો નજરે જોનાર લોકોએ જણાવ્યું કે, બાળક જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે ઝડપી કારને આવતી જોઈને તે અડધી થી પાછો વળ્યો હતો. પરંતુ કારની સ્પીડ આટલી હતી કે બાળક પાછો આવે તે પહેલા તેને જોરદાર ટક્કર લગાવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે 100ની સ્પીડમાં ચાલતી કારે બાળકને જોરદાર ટક્કર લગાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment